હોસ્પિટલો મોટી બિલ્ડીંગો કોમ્પ્લેક્સોમાં પણ હજુ આજે પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળે છે

તંત્રએ નોટિસો આપી હતી જેનો અમલ કેટલાએ કર્યો..તે એક મોટો સવાલ છે..તપાસ જરૂરી, સુરતની સૌથી મોટી દુર્ઘટનાને છ મહિના પૂરા થયા

દેવરાજ બુધેલીયા
ફાયર સેફટીના અભાવે સુરતની સૌથી મોટી દુર્ઘટના તક્ષશિલા આર્કેડને છ માસ પૂરા થયા. તેમ છતાં લોકો હજી પણ આ દુર્ઘટનામાંથી બોધપાઠ લેતા ન હોવાથી હજી પણ સિહોરમાં જાહેર અવરજવરવાળી સંખ્યાબંધ મિલકતમાં ફાયર સેફ્ટીનો અભાવ છે. તંત્રની નોટિસ કામગીરી હોવા છતાં પણ લોકોમાં ફાયર સેફટી માટે ઉદાસીનતા જોવા મળી રહી છે.ફાયર સેફટીનો અભાવ હોવાથી સરથાણા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 જિંદગી હોમાઇ ગઇ હતી. 24 મે 2019ના રોજ બનેલી આ ઘટનાને અને ૬ માસ પૂરા થઈ ગયા છે. આ સમગ્ર કિસ્સામાં ગેરકાયદે બાંધકામ અને ફાયર સેફટીનો અભાવ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ .સિહોરના તંત્ર વિભાગે જાહેર મિલકત તેમજ હોસ્પિટલ સ્કૂલો ટ્યુશન કલાસીસ હોટલો મોટી બિલ્ડીંગો સહિતના સ્થળો પર ફાયર સેફ્ટીની સુવિધા માટે સર્વે કરીને નોટિસ આપવાનું શરૃ કર્યું હતું. સુરતની કાળજુ કંપાવી દે તેવી દુર્ઘટના બાદ પણ સિહોરીઓમાં હજી પણ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા સામે ઉદાસીનતા જોવા મળી રહી છે. આજે પણ સંખ્યાબંધ મિલકતોમાં ફાયર સેફ્ટી નથી અનેક મિલકતોમાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવામાં ધાંધિયા જોવા મળી રહ્યા છે. જો તંત્રની આકરી કામગીરી અને લોકોમાં જાગૃતિ નહીં આવે તો ફાયર સેફટીના અભાવે તક્ષશિલા જેવી દુર્ઘટના થઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here