પોલીસ બેડાનું ગૌરવ પ્રદીપસિંહ જાડેજા અને ટીમની કાબીલે તારીફ કામગીરી, પોલીસને સાત વર્ષનું બાળક મળ્યું, પોલીસે કલાકો સુધી માતાપિતાની શોધખોળ કરીને બાળક માતાપિતાને પરત કરતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા

સલીમ બરફવાળા
ગુજરાત પોલીસ બેડાનું ગૌરવ કહી શકાય તેવા પ્રદીપસિંહ જાડેજા અને ટીમની વધુ એક માનવતાભરી કામગીરી સામે આવી છે તળાજામાં મામસા ગામનો સાત વર્ષનો બાળક જુનાગઠ પરીક્રમા માં પરિવારથી વિખુટુ પડી જતા જે પોલીસને મળી આવ્યું હતું પોલીસે બાળકના માતાપિતાની કલાકો સુધી શોધખોળ કરી બાળકને પરિવાર સાથે ભેટો કરાવી દીધો હતો જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ ગિરનાર પરિક્રમામાં આવતા માણસોની થોડીક બેદરકારીથી તેઓના બાળકો પરિવારથી વિખુટા પડી જવાના બનાવો અવાર નવાર બને છે. ઘણીવાર છોકરા છોકરીઓ કે મોટી ઉંમરના લોકો ઘર ત્યાગ કરીને પણ નાસી જવાના બનાવો બને છે. ઉપરાંત, ઘણી વખત બાળકોને કુટુંબીજનો દ્વારા ઠપકો આપવાથી ઘરેથી જતા રહેવાના બાનાવો પણ બનતા રહેતા હોય છે જૂનાગઢ જિલ્લાના પોલીસ અધીક્ષક સૌરભ સિંઘ દ્વારા શિવરાત્રી મેળામાં ખોવાયેલા અને મળેલા વ્યક્તિ તથા બાળકોને શોધવા તથા સોંપવા માટે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી.ધોકડીયા તથા સ્ટાફના હે.કો. જયંતીભાઈ, યુસુફભાઈ, જૈતાભાઈ, ગીરુભા, જયદીપભાઈ, સહિતના સ્ટાફ ખાસ ખોયા પાયા ટીમ બનાવી મેળામાં આવતા લોકોની મદદ કરવા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ ગઈકાલે સાંજના સમયે જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ ગિરનાર પરિક્રમામાં વડલી ચોક ખાતે પોલીસ સ્ટાફને ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મામસા ગામ ખાતે રહેતા કંચનબેન મુકેશભાઈ મકવાણા પોતાના ૭ વર્ષના પુત્ર દક્ષ કુમાર સાથે પોતાના કુટુંબ સાથે પરિક્રમામાં ફરવા આવેલ હતા. ભવનાથમાં ફરતા ફરતા પોતાની પુત્રીઓ વિખૂટી પડી જતાં, વડલી ચોક પર બંદોબસ્તમાં રહેલ પોલીસને મળેલ હતા. ભવનાથ પોલીસની સ્પેશિયલ બનાવવામાં આવેલ ખાસ ખોયા પાયા ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવેલ હતી બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ખાસ ખોયા પાયા ટીમ દ્વારા જૂનાગઢ ડિવિઝન ના પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી. ધોકડીયા તથા સ્ટાફના પીએસઓ વિક્રમસિંહ ઝાલા, સંતોકબેન દ્વારા ગુમ થયા બાદ ગણતરીના કલાકોમાં ગુમ થયેલા બાળકના માતા પિતાને શોધી, પોલીસ સ્ટેશન બોલાવી ગુમ થયેલ છોકરાને સોંપવામાં આવેલ . પોતાના ગુમ થયેલ બાળકની શોધખોળ બાદ પોલીસની મદદથી મળતા, પરિવારને ભેટીને ભાવ વિભોર થઈ ગયેલ હતા અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને બાળકના માતાપિતાએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો પોલીસ દ્વારા પણ પરિવારજનોને પોતાના બાળકો અને વડીલોનો ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલા બાળકને પોતાના પરિવાર સાથે મિલન કરાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર પોલીસએ સાર્થક કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here