
હરેશ પવાર
ભાવનગર જીલ્લા પંચાયત આરોગ્ય શાખાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.તાવીયાર ની સુચનાથી ઈન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડો.મનસ્વીની માલવીયા દ્રારા આગામી તા.૨૫/૧૧/૨૦૧૯ થી શરૂ થનારા શાળા આરોગ્ય તેમજ મિશન ઈન્દ્રધનૂષ્ય કાયઁકમનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે પ્રાંત અધિકારી શ્રી શૈલેષભાઈ ગોકલાણી ના અધ્યક્ષ સ્થાને તાલુકા વિકાસ અધિકારી શ્રી, મામલતદાર શ્રી,પાણી પુરવઠા વિભાગ, વન વિભાગ સંકલિત બાળવિકાસ અધિકારીશ્રી, શિશણ વિભાગ ના અધિકારી શ્રી તથા સંકલિત બાળવિકાસ વિભાગ ના સેનાના સુપરવાઈઝર શ્રી ની મિટિંગ યોજાઈ ગયેલ જેમાં ડો.મનસ્વીની માલવીયા, ડો.વિજયભાઈ કામળીયા,ડો.સંજયભાઈ ખીમાણી તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર શ્રી દ્રારા માહિતી અપાઈ હતી.પ્રાંત અધિકારી શ્રી દ્રારા દરેક વિભાગ ને જવાબદારી આપી સંકલનની સીધી સુચના અપાયેલ.