હરિશ પવાર
ભારત સરકારશ્રી દ્રારા વિશ્વની સૌથી મોટી યોજના આયુષ્માન ભારત યોજના ને એક વર્ષ પૂર્ણ થતા તેને જનજાગૃતિ પખવાડીયું ઉજવવાના ભાવનગર જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયર ની સુચનાથી સિહોર તાલુકાના પ્રા.આ.કેન્દ્ર સણોસરા, સોનગઢ, ઉસરડ,ટાણા,મઢડા ના ગામોમાં શિબિર રેલીઓ યોજાઈ. ઈશ્વરીયા, પીપરડી, ઉસરડ, સોનગઢ, નેસડા, મઢડા, ટાણા વગેરે તેમજ તા.૧/૧૦/૧૯ ના રોજ માળી પ્લોટ સિહોર ખાતે સિહોર તાલુકાના આશા બહેનો,આશાફેસી બહેનોની આયુષ્માન ભારત અંગે સેમીનાર યોજાઈ ગયેલ.તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિતે દરેક આશાબહેન,આશાફેસી લીટર તેમજ તેની વસ્તીના તમામ લાભાથીઁ “માં વાત્સલ્ય તેમજ આયુષ્યમન કાડઁનો લાભ મેળવે અને તેનો લાભ મળે તે લોકોને જણાવ્વા કહ્યું તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણી દ્રારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો આપણા તાલુકામાં કયાં-કયાં?શો લાભ મળે? અને આયુષ્યમાન ભારતમાં કયા રોગોમાં લાભ મળશે તેની જાણકારી આપી.તાલુકા હેલ્થવીઝીટર કોકીલાબેન પંડ્યા દ્રારા રસીકરણ, જોખમી સગર્ભા માતા,સલામત માતૃત્વ વિશે સમજણ આપવામાં આવી.આ કાર્યક્રમ ને સફળ બનાવવા ટીમ સિહોર હેલ્થ સુધી ન્ટર ના વામનગીરી ગોસ્વામી,ચંદુભાઈ ડાભી,હિંમતભાઈ વાજા તથા તમામ મેડિકલ ઓફિસરશ્રી સુપરવાઈઝર શ્રીઓ અને આરોગ્ય કર્મચારીઓએ અને આશાબહેનોએ જહેતમ ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here