
દેવરાજ બુધેલીયા
સિહોરના મહાગૌતમેશ્વર નગરમાં રહેતા મંજુલાબેન જેમના અવસાન બાદ ત્રણ દીકરીઓએ પોતાની માતાને દેહદાન કરવાનો સંકલ્પ કર્યો છે અને માતાની મૃત્યુ પછીની ઈચ્છા પૂર્ણ કરી છે સિહોરના મહાગૌતમેશ્વર નગરમાં રહેતા મંજુલાબેન જસવંતભાઈ ચૌહાણ ઉ.૭૦ જેઓ પોતાની પુત્રોઓ સાથે રહેતા અને મંજુલાબેન પુત્રીઓને વારંવાર કહેતા કે બેટા દીકરીઓ હું જ્યારે પણ મૃત્યુ પામું ત્યારે મારા માનવદેહને અગ્નિદાહ ના આપતા પરંતુ દેહદાન કરજો ગઈકાલે મંજુલાબેન અકાળે અવસાન પામ્યા જ્યારે એમની દીકરીઓએ ભાવનગર રેડકોર્સ સોસાયટીને બોડી સોંપીને માતાનો દેહદાન કરવાનો સંકલ્પ દીકરીઓએ પૂર્ણ કર્યો છે આ તબક્કે સિંહોર નગરપાલિકાના ચેરમેન અશ્વિન બુઢનપરા હાજર રહ્યા હતા.