કતારગામ પોલીસમાં નોંધાયેલા ગુનાઈત ફોર્જરી તથા વિશ્વાસઘાતના કારસામાં સીઆઈડી ક્રાઈમે આરોપી જગદીશ બોદરાના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા

દેવરાજ બુધેલીયા
યાર્નની પેઢીના ભાગીદારોની જાણ બહાર પેઢીની મિલકતોને ગેરેન્ટીમાં મુકી અલગ અલગ ત્રણ બેંકો પાસેથી કુલ રૃ.117 કરોડની લોન મેળવીને ત્રણ વર્ષોથી ફરાર આરોપી મુળ સિહોર નજીકના બજૂડ ગામના જગદીશ કરમશી બોદરાને સીઆઈડી ક્રાઈમે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં સીનીયર સીવીલ જજ (સી.ડી.)ડી.એલ.ઠાકોરની કોર્ટમાં રજુ કરતાં કોર્ટે આરોપીને તા. 21મી નવેમ્બર સુધી પાંચ દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here