થાપનાથ મહાદેવ નું અતી પૈરાણીક મંદિર આવેલુ છે.અતિ પ્રાચીન આ મહાદેવ મંદિર માં નવનાથ,સિધ્ધ ચોરાસી,તેત્રીસ કોટી દેવ,ચોસઠ જોગણુ મળી સ્વયંભૂ પ્રગટ થયા એટલે થાપનાથ મહાદેવ મંદિર કહેવાય છે.જેમાં ગીરનારમાં સિધ્ધ ચોરાસીના બેસણા છે એ રીતે અહીં થાપનાથ મહાદેવ મંદિરે પણ સિધ્ધ ચોરાસીના બેસણા છે.શાસ્ત્રો વેદો,પુરાણોમાં પહેલા ગીરનાર પછી થાપનાથ મહાદેવ નો ધનવો ડુંગર કહેવાય છે.જે દ્રાત થાપા ડુંગર તરીકે ઓળખાય છે.ત્રીજો પાલીતાણાનો શેતુંજય ડુંગર અને ચોથા બિહારમાં રક્ષકદેવ ભોમિયાજી દાદા એ મોટા માં મોટુ સ્થાન થાપનાથ મહાદેવની પુજા કરી હોવાની વાયકા પ્રચલિત છે.જયારે પાંડવો એ ચાતૃયમાસ દરમ્યાન અહી થાપનાથ મહાદેવની પુજા અચઁના કરી હોવા નો પણ ઈતિહાસ છે. થાપનાથ મહાદેવ મંદિર ના સાનિધ્યમાં શ્રાવણ માસ દરમ્યાન રામકથા,ભાગવત કથા,શિવકથા તેમજ મહારૂદ્ર,હોમાત્મક પરીનું આયોજન કરવામાં આવેલ છે.અહીં દર્શનાર્થીઓ માટે મંદિરના મહંતશ્રી પ્રવિણગીરી બાપુ દ્રારા દરરોજ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. તા.૧૧/૦૮/૨૦૧૯ થી તા ૧૭/૦૮/૨૦૧૯ સુધી અહીં ભાગવત કથાનું આયોજન કરાયેલ છે.જેમાં અમદાવાદ ના કથાકાર હસમુખદાદા શાસ્ત્રી શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે.કથા દરમ્યાન મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ કથાનું રસપાન કરી રહ્યા છે.