જયદીપે ખોટા આઈ-ડી આધારે ઓનલાઈન કંપનીમાંથી મગાવ્યો હતો મોબાઈલ, ડિલીવરીમેન મનીષને રૂપિયા ન ચુકવી જયદીપ મોબાઈલ લઈ ફરાર થયો હતો: પોલીસના હાથે ઝડપાયો

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર ના શખ્સે ખોટા આઈડી ના આધારે ઓનલાઈન કંપનીમાંથી મોબાઈલ ફોન મગાવી ડિલિવરી મેનને પૈસા ન ચુકવી મોબાઈલ લઈ ફરાર થયાની ઘટના થોડા દિવસ પહેલા બની હતી અને જેમાં પોલીસ મથકે છેતરપિંડી અને વિશ્વાસધાત તળે ગુનો નોધાયો હતો જે મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી ફરાર થયેલા શખ્સની ધરપકડ કરી લીધી હતી બાદમાં કોર્ટમાં રજૂ કરીને જિલ્લા જેલ હવાલે કરી દીધો હતો. બનાવની જાણવા મળતી વિગતો એવી છે કે સિહોર ખાતે રહેતા અને ડિલીવરીબોય તરીકે નોકરી કરતા મનિશભાઈ કાળુભાઇ મકવાણાએ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા શખ્સે પોતાનું ખોટું આઈડી બનાવી ઓનલાઈન મોબાઈલ મગાવતા તેઓ તેને ગત તા.૮-૯ ના રોજ મોબાઈલ ની ડિલીવરી આપવા ગયેલ તે વેળાએ ઉકત શખ્સે રૂ.૨૧ હજારની કિમતનો મોબાઈલ ફોન તેઓ પાસેથી લઈ તેની સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી કરી નાસી છુટયો હતો.ઉકત ફરિયાદ અનુસંધાને સિહોર પોલીસે ફસ્ટ ગુનાનં.૮૦/૧૯ આઈપીસી ૪૦૬,૪૨૦ મુજબ ગુનો દાખલ કરી ઈન્ચાર્જ પી.આઈ.સોલંકી સહિત ના સ્ટાફે તપાસ હાથ ધરી હતી જેમાં સિહોર શહેરના ગણેશનગરમાં રહેતો જયદિપ જોરસંગભાઈ મોરીની ધરપકડ કરી લીધી હતી જેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ જિલ્લા જેલ હવાલે કરી દીધો હતો