રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સિહોરમાં આવેદન આપી રજૂઆત કરી, અમદાવાદના પ્રકાશન સામે કાર્યવાહીની કરી માંગ

દેવરાજ બુધેલીયા
સિહોરમાં આજે દલિત સમાજને અપમાનિત કરતા શબ્દને દૂર કરવાની માંગ સાથે આવેદન આપીને રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અમદાવાદના નિરવ પ્રકાશન ગુજરાત યુનિવર્સિટીના બી એડ અભ્યાસક્રમ મા ગુજરાતી વિષય મા સેમેસ્ટર એક મા પ્રશ્ચ નંબર ૧૯ મા દલિત વિરોધી શબ્દોના ઉપયોગ સામે પુસ્તક તાત્કાલિક બંધ કરવામાં આવે શબ્દ હટાવવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપીને રજુઆત કરી છે આજે દલિત સમાજના અગ્રણીઓ દ્વારા સિહોર મામલતદારશ્રી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રદેશ અગ્રણી માવજીભાઇ સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રભારી શિવાલાલ સોલંકી ક્રાન્તિ સેનાના પ્રમુખ મનહરભાઇ રાઠોડ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના સિહોરના અરવિંદ મકવાણા દિનેશ રાવજકા ભાવનગર યુવા નેતા વિમલભાઇ મકવાણા મુકેશભાઇ નમશા રૂત્વિક બોરીચા દેવ મકવાણા સહીત ના આગેવાનો હાજર રહ્યા હતા