સમી સાંજે બજારોમાં ખરીદીની ભીડ, તહેવારોમાં લોકોને મોંઘવારી કે મંદી નડતી નથી, ગત વર્ષ કરતા ભાવમાં પણ વધારો

દેવરાજ બુધેલીયા
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામચન્દ્રે રાવણનો વધ કરી લંકા પર વિજય મેળવતા તેની ખુશાલીમાં આસો સુદ 10 વિજયા દશમીના પાવન પર્વ પ્રસંગે મીઠાઈ ખાવાની વર્ષો જુની પરંપરા આજની તારીખે હજુ પણ અકબંધ છે. અને બીજી તરફ આજના દશેરા પર મોંઘવારીના રાવણનું દહન થઈ જાય તો સારું, આવો વિચાર કદાચ મોંઘવારીના માર્યા તમામના મનમાં હશે જ. આ વખતે આ મોંઘવારી ઘણા તહેવારોને ગરીબોથી દિવસે દિવસે દૂર કરી રહ્યા છે. આ વખતે ગત વર્ષ કરતાં ફાફડા અને જલેબી પણ મોંઘા થયા છે પરંતુ તહેવારોમાં લોકો ગમે તે રીતે બે છેડાઓ ભેગા કરીને ઉજવણી કરતા હોય છે એક દિવસમાં લાખ્ખો રૂપિયાના ફાફડા જલેબી લોકો આરોગી જતાં હોય છે.
ઉલ્લેખનીય છે કે ફાફડા-જલેબી માટે વપરાતી સામગ્રીઓમાં પણ ભાવ વધારો થવાને પગલે હવે વેપારીઓને પણ ફાફડા જલેબી બનાવવામાં પડતી પડતર કિંમત વધી ગઈ છે. દશેરાના દિવસે રાજ્યમાં મોટા ભાગના લોકો જલેબી-ફાફડાનો સ્વાદ માણવાનું ભુલતા નથી હોતા. આજે દશેરા નિમિતે સિહોરવાસીઓ લાખ્ખો રૂપિયાના ફાફડા-જલેબી આરોગી ગયા છે નવરાત્રીમાં ગરબાની મજા માણ્યાં બાદ નાસ્તાના સ્ટોલ પર મોડી રાત્રી સુધી ખેલૈયાઓની ભીડ જોવા મળી રહી છે. ગુજરાતી લોકો ધાર્મિક તહેવારોમાં જાત-જાતની મીઠાઇઓ અને નાસ્તાઓ કરવાનું વધુ પસંદ કરતા હોય છે. દશેરાના દિવસે ગરમ જલેબી, ફાફડા, ચોળાફળી, પાપડી, ગાંઠીયાની રંગત માણતા હોય છે. સાધારણ દિવસોમાં પણ રાત્રીના સમયે નાસ્તા-પાણીનો સ્વાદ માણતા હોય છે. તાજેતરમાં મા દુર્ગાનું પવિત્ર પર્વ ચાલી રહ્યું છે. આજે વિજ્યાદશમી એટલે કે દશેરાનો દિવસ છે..દશેરાનું પર્વ નજીક આવતાની સાથે શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠેર ઠેર ફાફડા-જલેબીના સ્ટોલ ખુલ્યાં છે. સમી સાંજે બજારોમાં ભારે ભીડ જોવા મળી હતો અને લોકોનો ખરીદી માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here