સિહોરમાં મીઠાઈ ફરસાણની દુકાનોમાં ફૂડ અધિકારીઓની તપાસ

દેવરાજ બુધેલીયા
દિવાળીના તહેવાર આજથી શરૂ થઈ ગયા છે. ફરસાણ અને મીઠાઈઓની દુકાનો ઉપર ગ્રાહકોની પડાપડી જોવા મળતી હોય છે. તહેવારોમાં લોકો મીઠાઈ અને ફરસાણ ની ખરીદી કરતા હોય છે. મોટી કંપનીઓમાં પણ દિવાળી પર્વની મીઠાઈઓ ની વહેંચણી કરવામાં આવતી હોય છે. ત્યારે લોકોના આરોગ્ય ને કોઈ હાનિ ના પહોંચે હલકી ગુણવત્તા ધરાવતા ફરસાણ અને મીઠાઈ ગ્રાહકોને વેપારીઓ પધરાવે નહિ તે માટે થઈને જિલ્લા ફૂડ અને ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સિહોરમાં આવી પહોંચ્યા હતા. સિહોર મીઠાઈઓ માટે ખૂબ પ્રખ્યાત છે ખાસ કરીને સિહોરી પેંડા વિશ્વ ફેમસ છે દિવાળીના તહેવારોમાં લોકોના આરોગ્યને ખાસ ધ્યાનમાં રાખીને આજે જિલ્લા ફૂડ ડ્રગ્સના અધિકારીની ટિમો સિહોરની મીઠાઈ અને ફરસાણ ની દુકાને સઘન તપાસ હાથ ધરી હતી. અહીં તપાસમાં અમુક દુકાનો માંથી ફરસાણ અને મીઠાઈના નમૂનાઓ પણ તપાસ માટે થઈને લઈ જવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here