21 દિવસના પરંપરાગત સુના પડેલાં ક્લાસરૂમ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા: નવા વર્ષની સાથે બીજા સત્રનો પ્રારંભ થશે

દેવરાજ બુધેલીયા
સિહોર સહિત સમગ્ર જિલ્લા સહિત રાજ્યની મોટાભાગની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનના લાંબા વિરામ બાદ ગુરુવારથી પુનઃ ધમધમાટ શરૂ થઇ ગયો છે દિવાળીની રજાઓમાં સૂના પડી ગયેલાં ક્લાસરૂમ વિદ્યાર્થીઓના કોલાહલથી  ફરી ગૂંજી ઉઠ્યા છે દિવાળીના તહેવારો શરૂ થતાં જ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજાઓની વણઝાર સમાન ૨૧ દિવસનું પરંપરાગત વેકેશન પડયું હતું. જે પૂર્ણ થતાં શાળાઓ આજથી પુનઃ વિદ્યાર્થીઓથી ધમધમી ઉઠી છે.મોટાભાગના વિદ્યાર્થીઓએ આ રજાઓ અને તહેવારોને ભરપૂર રીતે માણ્યા હતા. કોઇક વતનમાં તો કોઇક સહપરિવાર આઉટીંગ ઉપર ઉપડી ગયા હતા. અલબત્ત કારકીર્દીના મહત્વના એવા ધો-૧૦ અને ધો-૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે તો રજાઓમાં પણ બે ઘડીની ફૂરસદ ન હતી.વળી અન્ય ધોરણના વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશન હોમવર્ક પુરું કરવાનું ટેન્શન છેવટ સુધી રહ્યું હતું.ઘણા વાલીઓને પોતાના બાળકની તેમાં મદદ કરવી પડી હતી. ઘણાને છેવટ સુધી દોડધામ કરી હતી. દિવાળી વેકેશનના લાંબા અંતરાય બાદ આજથી શાળાઓમાં નૂતન વર્ષે નવું સત્ર શરૂ થઇ રહ્યું છે. મોજ-મસ્તી અને  વેકેશન માણ્યા બાદ  વિદ્યાર્થીઓ સ્કૂલડ્રેસમાં સજ્જ સ્કૂલબેગ અને ચોપડા સાથે શાળાએ જતાં નજરે પડશે શહેરના માર્ગો પર સવારે,બપોર અને સાંજના સમયે સ્કુલવાન અને રીક્ષાઓનો ધમધમાટ પણ શરૂ થઇ થયો છે વિદ્યાર્થીઓ વગર સૂના અને ભેંકાર પડેલા વર્ગખંડ અને બેઠકોમાં પણ જાણે કે નવા પ્રાણ પુરાયા હોય તેમ ક્લાસરૂમનો સૂનકાર કોલાહલમાં ફેરવાઇ ગયા છે.અલબત્ત, શાળાના શરૂઆતના દિવસો તો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં જ વ્યસ્ત રહેશે. ત્યારબાદ ધીમે ધીમે અભ્યાસક્રમની ગાડી ટોપ ગીયરમાં દોડશે. સાથે જ દ્વિતિય શૈક્ષણિક સત્રનો પણ પ્રારંભ થયો છે દ્વિતિય સત્રમાં જાન્યુઆરી માસ દરમિયાન પ્રીલીમરી પરીક્ષા લેવાશે અને માર્ચ તથા એપ્રિલમાં વાર્ષિક પરીક્ષાઓ આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here