દેવરાજ બુધેલીયા
હાલનાં સમયમાં ખેડુતો અને પશુપાલકોની હાલત ખૂબજ દયનીય બનતી જાય છે ખેડુતો અને પશુપાલકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે,ત્યારે ખોળ,કપાસીયા તેમજ અન્ય પશુ આહાર ના ભાવો ખુબજ ઝડપથી વધી રહ્યા છે જેના પ્રમાણમાં દૂધના ભાવમાં ખૂબ જ નહિવત વધારો થયો છે.આશરે પાંચ મહિના અગાઉ ખોળ કપાસીયાના દાણનો ભાવ રૂપિયા.૯૦૦/-પ્રતિ બોરી હતો જે આજે રૂપિયા.૧૯૦૦/-પ્રતિ બોરી આસપાસ છે એની સામે દુધનો ભાવ પાંચ મહિના અગાઉ ૬.૪૦ પૈસા ફેટનો ભાવ હતો જે આજે ૬.૭૦ થી ૬.૮૦ પૈસા એક ફેટનો ભાવ છે.ભાવ વધારાની આ ખૂબ મોટી અસમાનતા ને કારણે ઠેડુત અને પશુપાલક ખુબજ મોટું નુકસાન વેઠી રહ્યા છે.પરિણામે તેઓ દેવાના બોજ તળે દબાણ રહ્યા છે.આમ છતાં તંત્ર આ બાબતે ઉદાસીન કેમ છે? શું તંત્રનો પશુઆહાર બનાવતી ફેકટરીઓ ઉપર કાબુ નથી? પશું આહારમાં બેફામ ભાવ વધારો અને દુધના ભાવમાં નહિવત વધારો થતો હોવા છતાં તંત્ર આ બાબતે શા માટે મૌન ધારણ કરીને બેઠું છે?આવા અનેક સવાલો ગુજરાતના ખેડુતો અને પશુપાલકોના મનમાં ઉઠી રહ્યા છે.ત્યારે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્રારા તંત્ર વિભાગને આવેદન પાઠવી રજુઆત કરી છે કે બાબતની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક ધોરણે ભાવ વધારાની આ વિસંગતતા દુર કરવામાં આવે તેમજ પશુ આહાર બનાવતી ફેકટરીઓની નફાખોરીની આ પ્રવૃત્તિ પર રોક લગાવવામાં આવે કારણ કે વતઁમાન સમયમાં ખેડુતોને કપાસના ભાવ ખૂબ જ નીચા મળી રહ્યા છે.તો કપાસીયામાંથી બનતી પશુઆહાર ની ચીજવસ્તુઓના ભાવ આસમાનની ઉંચાઈ પર શા માટે? ખેડુતો અને પશુપાલકો જે આ ભાવ વધારો થવાની મોટુ નુકસાન થાય છે અને કોઈપણ રીતે પોસાતું ન હોવાથી તાત્કાલિક ધોરણે ભાવ વધારો પાછો ખેંચવામાં આવે અન્યથા તો દુધના ભાવમાં વધારો કરવામાં આવે એવી ગુજરાતના ખેડુતો, પશુપાલકો અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ની માંણી અને લાગણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here