સિહોર સુરકાના દરવાજા પાસે કચરાના ઢગલામાં પોલિયોના બેનરો પડ્યા છે

દેવરાજ બુધેલીયા
દો બુંદ જિંદગી કી…ના સૂત્રો સાથે દેશમાં સૌથી મોટું પોલિયો અભીયાન ચાલે છે જેના બેનરો કચરાના ઢગલામાં જોવા મળ્યા છે સિહોરના સુરકાના દરવાજા વિસ્તાર નજીક એક કચરાના ઢગલામાં દેશમાં સૌથી મોટું પોલિયો અભિયાનના બેનરો દેખાયા છે અમુક બેદરકાર કર્મચારીઓ દ્વારા બેનરોને રસ્તે રઝળતા મૂકી દીધા છે. બેદરકારી ભરેલી કામગીરી નજરે ચડી છે ત્યારે આંગણવાડીમાં આપવામાં આવતા પોલિયો ના બેનરોને જો આ રીતે કચરામાં ફેંકી દેવામાં આવતા હોય તો પોલિયો પાવાની કામગીરી ઉપર પણ અનેક પ્રશ્ન હવે ઉભા થઇ શકે છે. આ બેનરો આ વિસ્તારમાં કોને ફેંક્યા છે તે પણ હવે તપાસનો વિષય બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here