અગાઉ સિહોર પોલીસે ફરિયાદ લીધી ન હતી છ દિવસથી મહિલાના પુત્રનો કોઇ પતો નથી

શંખનાદ કાર્યાલય
સિહોર તાલુકાના ધ્રુપકા ગામે રહેતી મહિલાને એસઆરપી પોલીસ સહિતના ત્રણ શખ્સોએ મારી નાખવાની ધમકી આપી તેણીનો પ્લોટ ખાલી કરી દેવા જણાવતા મહીલાએ આ અંગે સિહોર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ લીધી ન હતી. અને આરોપીઓએ તેના પુત્રનુ અપહરણ કરી છ દિવસથી લઇ ગયાની મહીલાએ ડીઆઇજીને ફરિયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ધ્રુપકા ગામે રહેતા પાંચુબેન ડાયાભાઇ પરમારે જણાવેલ છે કે તેઓ .પરોકત સ્થળે કુટુંબ સાથે રહે છે.ગત તા.5/9/2019 ના રોજ જમીન બાબતમા બોાલચાલી કરી વિપુલ કેશવભાઇ પરમાર,કેશવ શામજીભાઇ પરમાર અને પ્રવીણ શામજીભાઇ પરમારે તેણીને ધાકધમકી આપેલ.જે બાબતે મહિલાએ ત્રણેય શખ્સો વિરૂધ્ધ સીહોર પોલીસ મથકમા઼ તા.6/9 ના રોજલેખીતમાં ફરીયાદ કરી ઘરે આવેલ.તે અંગેની જાણ વિપુલને થતા તેણે મહિલાના ઘરે જઇ બીભત્સ ગાળો આપી હુ એસ.આર.પી. પોલીસ કોન્સ્ટેબલ છુ કોઇ પોલીસ અમારી વીરુધ્ધ કોઇ કાર્યવાહી કરશે નહીં હવે જો તુ કોઇ જગય્ાએ મારી ફરીયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું તેમ ધમકી આપી મહિલાના પુત્ર અજયભાઇ ડાયાભાઇ પરમારને ઉપાડી લઇ ગયેલ છે.જેની ફરિયાદ સિહોર પોલીસને કરવા જતા પોલીસે ફરિયાદ લીધી ન હતી.ઉપરોકત ત્રણેય શખ્સોના ખોફ અને દહેશતના કારણે તેઓ મજુરીએ જઇ શકતા નથી.તેમજ વિપુલ કેશવભાઇ પરમાર મહીલાના પુત્ર અજયભાઇને ઉપાડીને લઇ ગયેલ છે. જેને આજે છ દિવસ થયા છે. મહિલાએ જણાવ્યું છે કે તેનો પુત્ર કયા છે? જીવે છે કે કેમ?તેની તેણીને ખબર નથી.જેથી આ શખ્સો અને સિહોર પોલીસ સામે તાત્કાલીક કાર્યવાહી કરવા ભાવનગર રેન્જ ડીઆઇજી અને એસપીને લેખીતમા જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here