
હરેશ પવાર
સિહોરના ધ્રુપકા ગામે ખાણમાં કામ કરતી મહિલાનો અચાનક પગ પલસી જતા મોત થયું છે સિહોર સહિત પંથકમાં અસંખ્ય પથ્થરની ખાણો આવેલી છે જેમાં મોટા પ્રમાણમાં મજૂરો ખોદ કામ કરતા હોઈ છે જેના પગલે નાની મોટી ઘટનાઓ બનતી રહે છે ધ્રુપકા ગામે રહેલી પથ્થરની ખાણમાં પાણી ભરેલું હોવાથી ત્યાં કામ કરતી મહિલા રેખાબેન કોળી નામની મહિલાનો પગ લપસતા જેમને ગંભીર ઇજા થવા પામી હતી જેઓને સિહોરની સીએચસી હોસ્પિટલ ખાતે ગંભીર હાલતે ખસેડવામાં આવેલ જ્યાં તબીબે ચેકપ કરતા રેખાબેન કોળી નામની મહિલાને મૃત જાહેર કર્યા હતા અને બનાવની વધુ તજવીજ પોલીસે હાથ ધરી છે