સલીમ બરફવાળા
ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનોએ જિલ્લાના નવા નિમાયેલા કલેકટર ગૌરાંગ મકવાણાની શુભેચ્છા મુલાકાત લીધી હતી થોડા દિવસ પહેલા ભાવનગર સહિત રાજ્યના ૭૯ આઈએએસની સામૂહિક બદલીના ઓર્ડર થયા હતા, જેમાં ભાવનગરના નવા જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળી લીધો છે રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા ૭૯ આઈએએસ અધિકારીઓની બદલીના ભાગરૂપે ભાવનગર જિલ્લા કલેકટર હર્ષદ પટેલની બદલી કરી તેઓને સેટલમેન્ટ કમિશનર એન્ડ ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકર્ડસ-ગાંધીનગર ખાતે મુકવામાં આવ્યા છે. તેમના સ્થાને રાજકોટ મ્યુનિસિપાલટીના રિજિયોનલ કમિશનર ગૌરાંગ એચ.મકવાણાને મુકવામાં આવ્યા છે. જેઓએ ભાવનગરના જિલ્લા કલેકટર પદેનો ચાર્જ સંભાળી લીધો છે ચાર્જ સંભાળતાની સાથે મુલાકાતીઓનો દોર શરૂ થયો છે જેમાં ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ , પૂર્વ પ્રમુખ મેહુરભાઈ લવતુકા તથા નાનુભાઈ ડાખરાએ પણ નવનિયુક્ત કલેકટરની શુભેચ્છા મુલાકાત લઈને શુભકામનાઓ પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here