લોકો અને ગામે ગામ કઈ રીતે પાણીની વ્યવસ્થા થાય તે માટે જિલ્લા કલેકટર હર્ષદ પટેલ સતત કાર્યશીલ, જિલ્લા કલેકટરનું તંત્રને સતત માર્ગદર્શન

ટેન્કર, જૂની પાઇપલા ઇનનો, ટ્યુબવેલ, કુવા વગેરે જેવા લોકલ સોર્સ મારફતે પાણી પહોંચાડવાનું પાણીદાર આયોજન હાથ ધરાયું

સિહોર સહિત ભાવનગર તાલુકામાં ગત દિવસોમાં પડેલ ભારે વરસાદના કારણે નાવડા પંપીંગ સ્ટેશન ના પંપ, મોટર તથા ઇલેક્ટ્રિકલ પેનલ ક્ષતિગ્રસ્ત થયા હતા જેની અસર સમગ્ર ભાવનગર જિલ્લામાં થઈ હતી અને પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઇ હતી. પંપીંગ સ્ટેશનને પુનઃ કાર્યરત કરવા હજુ 10-12 દિવસ લાગી શકે તેમ છે. આ ગાળા દરમિયાન લોકોને પૂરતું પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાના 385 ગામોને પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 48 ગામોને જીલ્લા પંચાયત તથા પાણી પુરવઠા દ્વારા ટેન્કર મારફતે, 65 ગામોને જૂથ યોજના દ્વારા, 26 ગામોને આજુબાજુના જળ સ્ત્રોતો માંથી તેમજ 245 ગામોને બોર, કુવા વગેરે જેવા લોકલ સોર્સમાંથી પાણી પૂરું પાડવાનું આયોજન ઘડવામાં આવ્યું છે. જ્યારે ઉમરાળા તેમજ વલભીપુર નગરપાલિકાને પંપીંગ મોટર મારફતે, જ્યારે ગારીયાધાર શહેરને 10 વર્ષ જૂની પાણીની લાઈન રિપેર કરી પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને ગામે ગામ કઈ રીતે પાણી પોહચે તે માટે જિલ્લા કલેકટર હર્ષદ પટેલ તંત્રને સતત માર્ગદર્શન આપી રહ્યા છે