પિતૃગૃહે પણ પોલીસની બીકથી નથી મળતો આશરો, સમાજના અગ્રણીઓ પાસે ન્યાય અને આશ્રયની કરી રહી છે આ મહિલા માંગ, બન્ને બાળકો માસૂમ ભૂલકા નિરવ અને વિવેક ચૌધાર આંસુએ રડી રહ્યા છે

દેવરાજ બુધેલીયા
સમાજમાં કેટલીક એકલદોકલ ઘટનાઓ ભલભલા કઠણ હૃદયના માનવીને પણ હચમચાવી મૂકે છે આપડે આપડા આત્માને ઢંઢોળવા માટે આવી થોડી કમનસીબ ઘટનાઓ પૂરતી છે. દિન-પ્રતિદિન આપણે કેવા સંવેદનાહીન બની રહ્યા છીએ યા સંવેદનશીલતા આપણામાંથી કેટલી હદે વિદાય થઈ રહી છે તેનો આવી ઘટનાઓ જીવતો-જાગતો પુરાવો છે કારણકે અહીંની કમનસીબી એવી છે કે એક મહિલા બે બાળકોને આશરા અને આશ્રય માટે દર-દર ભટકી રહી છે સમાજમાં મહિલાઓ કેવી દુર્દશામાં જીવે છે તેના પુરાવારૂપે આવી ઘટનાઓ આપણને આત્મખોજ કરવા પ્રેરવા માટે પૂરતી છે મૂળ ઢસા નજીક જલાલપર ગામે રહેતી મહિલા અમૃતાબેન જેમના લગ્ન આઠ વર્ષ પહેલાં ગારીયાધારના પ્રકાશ નામના વ્યક્તિ સાથે થયા હતા લગ્નગાળા સમયે બે પુત્રોનો જન્મ થયો એક પુત્ર ધોરણ એકમાં અભ્યાસ કરે છે અને અન્ય એક ચાર વર્ષનો માસૂમ ભૂલકો છે આઠ વર્ષના લગ્ન સમય દરમિયાન થોડા દિવસ પહેલા પતિ પ્રકાશ વાઢેર દ્વારા તેમની પત્ની અમૃતાબેનને કોઈ કારણોસર પોતાના ઘર માંથી કાઢી મૂકી અને અન્ય એક સ્ત્રી સાથે લગ્ન કરી લીધા અને ઉપરાંત પતિ પ્રકાશે પોલીસમાં ફરિયાદ નોંધાવીને પત્ની અમૃતાના પિયરના પરિવાર સભ્યોના નામો ફરિયાદમાં લખાવી દેતા મહિલા અમૃતાબેનના જલાલપર ગામે આવે પિયર ખાતે પરિવારના સભ્યોએ પોલીસની બીકે અમૃતાબેન આશરો આપવાની ના પાડતા આ મહિલા હાલ આશ્રય માટે દર દર ભટકી રહી છે સમાજના લોકો પાસે ન્યાયની માંગ કરી રહી છે ત્યારે એક મહિલા આશ્રય માટે ભટકી રહી છે ત્યારે આપણે કેવા સંવેદનાહીન બની રહ્યા છીએ તે વિચારવા જેવું છે એક તરફ બે મહિના પહેલા દેશના ગૃહમાં મુસ્લિમ મહિલાઓને એકસાથે ત્રણ તલાકના અપરાધ ઠેરવનારું ઐતિહાસિક બિલ રાજ્યસભામાં પણ પાસ થયું આની સાથે જ આ બિલનો કાયદો બનવાનો રસ્તો સાફ થઈ ગયો અને બીજી તરફ અહીં મહિલાને સાસરા થી અને પિયર માંથી બન્ને જગ્યાઓ પરથી બાળકો સાથે તરછોડી દેવાઈ છે ત્યારે હાલ આ મહિલા માટે સિહોર ૧૮૧ ટીમનો સહારો લેવાયો હોવાનું જાણવા મળ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here