
દેવરાજ બુધેલીયા
સિહોરની ઐતિહાસિક ધરોહર એવા બ્રહ્મકુંડ ની જાળવણી માટે થઈને આગેવાનો આગળ આવીને દર મહિના ની સુદ એકમે બ્રહ્મકુંડ માં દીપમાળા કરવામાં આવે છે. એજ રીતે પહેલા નોરતે બ્રહ્મકુંડ માં દીપમાળા કરીને ઝગમગાટ કરી દેવામાં આવ્યો હતો. અહીં દીપમાળા માં ગામના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહીને દીપમાળા નો લાભ લે છે.