અત્યાર સુધી સમગ્ર શહેરમાં નવ વોર્ડ વચ્ચે એક ટેન્કર પર ચાલતું હતું હવે બે થયા, થોડી ઘણી રાહત થશે
હરીશ પવાર
સિહોર નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેનની આગેવાની હેઠળ વિવિધ વિકાસલક્ષી કામો સિહોર નગરજનો માટે સુખાકારી અને લોકોનું હિત ધ્યાનમાં રાખી વિવિધ યોજનામાં સરકાર શ્રી ની ગ્રાંટમાથી વિવિધ સાધનો વસાવવામાં આવ્યાં છૈ જેમાં આજરોજ ૧૪ માં નાણાપંચ માંથી ૧૨ લાખનાં ખચેઁ નવા ટેન્કર ૪૦૭ નું ઉદધાટન કરવામાં આવેલ ગૌતમનદીમાં નહીંવત પાણીને લીધે મહીપરી યોજના નું પીવાનું પાણી સિહોરમાં સપ્લાય થાય અને હાલ અતિવૃષ્ટિ ને લઈ જે નાવડા ખાતે વોટરપંપમાં પાણી ભરાતા ૧૦ થી વધુ દિવસ

 પાણી સપ્લાપ બંધ રહેવાની હોય પરંતું પ્રમુખશ્રી દિપ્તીબેન તથા તેમના ટીમ દ્રારા તાત્કાલિક ધોરણે પાણીનો ટાંકો વસાવી અને તત્કાલીન ધોરણે આ ત્રણ ટાંકા સાથે દરેક વોડઁ માં પીવાના પાણ સપ્લાય થઈ રહી છે.પ્રાથમિક સુવિધા ને પ્રાધાન્ય આપી નગરજનોની ચિંતીત રહેલ
આ સાથે  સિહોર નગરપાલિકા નાં પ્રમુખશ્રી એ માત્ર દોઢ વર્ષના કાર્યકાળ માં આંખે વળગતા કામો જે મસાણી મેલડી થી ગૌતમેશ્ર્વર રોડ,પાંચવડા વિસ્તારનાં બે ટાકાં ૧૦ અને ૨૦ લાખ લીટર પાણીનાં ટાંકો,ડોર-ટુ-ડોર,૫ મિનિરીક્ષા,ફોગીગ મશીન,એમ્બ્યુલનસ,વહીવટી કામ માટે બોલેરો કાર,પીવાનાં પાણીનાં ૩ ટાંકા,દરેક વોડઁમાં નવા R.C.C રોડ ,ગટર,પાણીની લાઈન,ઓફિસ માટે A.C,નવી ખુરશીઓ,૪ ટેકટરો બંધ હાલતે હતાં શરૂ કયાં. તેમજ ખાસ જે વષોઁથી મોબાઈલ ટાવર ની લાખો રૂપિયા બાકી હતાં તે તાત્કાલિક ૩૦ લાખ જેટલી રકમ રીકવર કરવામાં આવી. આવી નાની ઉમરે જે પ્રમુખશ્રી દિપ્તીબેન ત્રિવેદી ની પ્રશંસનીય કામગીરી આંખે વળગે તેવી છે અને આ કામગીરી વિકાસલક્ષી કામો પોતે તથા તેમની ટીમ રાત દિવસ એક કરી રહ્યા છે