તબીબે એક ક્ષણ રાહ જોયા વગર રાજીનામું ધરી દીધું, આજે સામાજિક આગેવાનો અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈએ તબીબને સમજાવ્યા, ડોકટર ફરી પોતાની ફરજમાં હાજર થયા

આખો મામલો પ્રસ્તુતી દર્દીનો છે, તબીબ કહે છે મને એલફેલ..અને ન કહેવાનું કીધું..ગોપાલ વાઘેલાએ સસ્પેન્ડ કરાવી દઈશની ધમકી આપી મેં તરત રાજીનામું ધરી દીધું: ડોકટર

આવા લોકો હોસ્પિટલમાં આવીને બેફામ બોલતા હોઈ છે, ત્યારે સરકારે જોવું પડશે..ઈમાનદારીથી કામ કરતા તબીબોને કાઢવામાં પ્રયત્નો થઈ રહ્યા છે..આવા લોકોને સમાજે ઓળખવા પડશે: પ્રવીણભાઈ રાઠોડ

શંખનાદ કાર્યાલય
પાલીતાણ સરકારી માનસિંહજી હોસ્પિટલના તબીબે રાજકીય અને ભાજપના આગેવાન ગોપાલ વાઘેલાની દબાણ અને ધમકીના કારણે રાજીનામુ ધરી દેતા ખળભળાટ મચી ગયો છે અને તબીબના રાજીનામાને  લઈને પાલીતાણા નું રાજકારણ ગરમાયુ હતું, જો કે એક પક્ષના દબાણ થી રાજીનામુ આપનાર ડોકટરે બીજા પક્ષ અને આગેવાનોના સમજવાથી રાજીનામુ પરત ખેંચ્યું છે. પાલીતાણા અને જેસર તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ગરીબ દર્દીઓ જ્યાં સારવાર લેવા જાય છે તે પાલીતાણા ની માનસિંહજી હોસ્પિટલ ના તબીબ મેડિકલ ઓફિસર લક્ષ્મણ ચૌહાણે એવા આક્ષેપ સાથે રાજીનામું ધરી દીધું છે કે પાલીતાણા ના ભાજપના આગેવાન ગોપાલ વાઘેલા અને તેમના માણસોએ તેમને સસ્પેન્ડ કરાવી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને , પ્રસૂતા માટે હોસ્પિટલ આવેલ મહિલાને પ્રસુતિ માટે હોસ્પિટલમાં ડોકટરની વ્યવસ્થા ન હોય અન્યત્ર સ્થળે જાવા નું કહેતા ભાજપના આગેવાન ગોપાલ વાઘેલા સહિતના લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને તેમને ધમકાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે આ સમગ્ર મામલે રાજીનામુ આપ્યા બાદ પાલીતાણા નું રાજકારણ ગરમાયુ હતું અને આ મામલે કોંગ્રેસ ના જિલ્લા પ્રમુખ અને માજી ધારાસભ્ય પ્રવીણ રાઠોડ સહિતના કોંગી આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા અને રાજીનામુ આપનાર તબીબને સમજાવી રાજીનામુ પરત લેવડાવ્યું હતું. પાલીતાણા માં રાજકીય આગેવાનો ની નબળી ઈચ્છા શક્તિના કારણે 100 કરતા વધુ ગામોના ગરીબ દર્દીઓ ની એકમાત્ર હોસ્પિટલનો વહીવટ ખાડે ગયો છે, હાલ અહીંયા ડોક્ટરો પણ પૂરતા નથી ત્યારે ડોકટરો આવે તેવા પ્રયત્નો રાજકીય આગેવાનોએ  કરવા જોઈએ તેવી લોકમાંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here