હરિયાણાથી ઘાંસની ગાંસડીઆેમાં છુપાવી જેસર લઇ જવાતો હતો, બે ઝડપાયા

વિશાલ સાગઠીયા
પાલિતાણા સોનગઢ રોડ પર મોખડકા ગામ નજીકથી પોલીસે ટ્રકમાં ઘાંસની નીચે છુપાવેલો વિદેશી દારૂનો જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઇ દારૂ ટ્રક અને મોબાઇલ મળી કુલ રૂપિયા 28,74,000નો મુદ્દામાલ કબ્જે લઇ બન્ને શખ્સોની પ્રાથમિક પુછતાછમાં દારૂનો જથ્થાે હરિયાણાથી જેસરના કદમગીરી ગામે લઇ જવાતો હોવાની કબુલાત આપી હતી.
પાલિતાણા ટાઉન પોલીસ સુત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ પાલિતાણા સોનગઢ રોડ પર રેલવે ફાટક નજીકથી પેટ્રાેલિંગમાં રહેલી પાલિતાણા ટાઉન પોલીસે ટ્રક નંબર એચ.આર. 61 ડી 1351ને અટકાવી તલાશી લેતા ઘાંસની ગાસડીઆેમાં છુપાવેલી વિદેશી દારૂની 285 પેટી, 3420 બોટલ કિંમત રૂપિયા 1,36,800ની મળી આવતા પોલીસે ટ્રકનો ચાલક પ્રવિણ જયસિંહ રાજપુત (ઉં.વ.38, રહે.રામપુર, તા.ગુડગાંવ, જિ.બનેલા, હરિયાણા) અને દિપક રામસિંહ દલિત (ઉં.વ.ર6, રહે.ખરક કલાન, તા.ભીવાની, હરિયાણા)ને ટ્રક, 3 મોબાઇલ મળી કુલ રૂપિયા 28,74,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.