આજે કૃષ્ણ જન્મમાં લોકો મનમૂકીને કૃષ્ણભક્તિ માં લિન, ભાવતાચાર્ય મયુરભાઈ જાનીના મુખેથી વહી રહી છે ભાગવત

બ્રિજેશ ગૌસ્વામી
પીપળીયા ખાતે આવેલ પંચવટી આનંદ આશ્રમ ખાતે પીપળીયા તેમજ ઉસરડ સેવક સમુદાય દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો આરંભ કરવામાં આવ્યો છે. કથાનો પ્રારંભ તા. 1.11.2019 ને શુક્રવારે કરવામાં આવ્યો હતો. કથા નું સમાપન તા.7.11.2019 ને ગુરુવારના રોજ કરવામાં આવશે. અહીં કથા દરમ્યાન ભાગવત ભાગીરથી ના પાવન પ્રસંગોનો ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં રાત્રી દરમિયાન નામી અનામી કલાકારો ના સંગાથે ભવ્ય સંતવાણી કાર્યક્રમ નું આયોજન પણ કરવામાં આવ્ય છે. અહીં વ્યાસપીઠ ઉપરથી ભાગવતાચાર્ય મયુરભાઈ જાની સંગીતમય શૈલીમાં કથાનું રસપાન ભવિકભક્તો ને કરાવી રહ્યા છે. અહીં હરરોજ મોટી સંખ્યામાં સેવક સમુદાય તેમજ ભાવિક ભક્તો કથાનું રસપાન કરવા આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here