રબારીકા ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, ચોકવનારા ખુલાસા સામે આવ્યા, પરમ દિવસે નિંદ્રાધીન ભુપતભાઈનું ઢીમ ઢાળી દેવાયું હતું, ત્રણને પોલીસે દબોચી લીધા, ઘટનાના મૂળ સુધી પોહચવા જિલ્લા પોલીસવડા અને સિહોર પોલીસે રાત દિવસ એક કર્યા
બ્રિજેશ ગૌસ્વામી.. દેવરાજ બુધેલીયા..
ઓન ધ સ્પોટ..સમી સાંજના ૭..૩૦ કલાકે

સિહોરના રબારીકા ગામે ગત બુધવારના રોજ રાત્રીથી સવારના કોઈ પણ સુધીમાં ભુપતભાઈ નામના આધેડની થયેલી હત્યામાં સનસનીખેજ ખુલાસાઓ થયા છે અને મામલે ભારે ચકચાર જાગી છે પુત્રના પ્રેમલગ્ન પિતાની હત્યાનું કારણ બન્યા હોવાનું જાણવા મળ્યું છે જે મામલે પોલીસે ત્રણની ધડપકડ કરી છે વિગત એવી છે કે ગત બુધવારે અમદાવાદમાં રહી કારખાનુ ધરાવતા બ્રાહ્મણ આધેડ પોતાના પરિવારજનો સાથે દિવાળીનું મિનિ વેકેશનમાં વતન રબારીકા ગામે આવ્યા હતાં. જ્યાં બુધવારના દિવસે રાત્રી થી વહેલી સવાર સુધીના સમયે એ બ્રાહ્મણ આધેડના ઘરમાં અજાણ્યા શખ્સોએ ત્રાટકી તીક્ષ્ણ હથિયાર વડે ઉંઘની હાલતમાં જ જીવલેણ ઘા મારી હત્યા નિપજાવી નાશી છુટયા હતાં. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પટેલ કોલોનીમાં રહેતા ચિનાઈબાગમાં ખોડીયાર ઇલેક્ટ્રો પ્લેટુરસ નામનું કારખાનુ ધરાવતા ભુપતભાઈ અમરજીતભાઈ જાની (ઉ.૪૫ ) નામના બ્રાહ્મણ આધેડ પોતાના ત્રણ પુત્ર સાથે દિવાળીના વેકેશનમાં પોતાના સિહોરના રબારીકા ગામે સ્થિત વતને આવ્યા હતાં. જ્યાં તા. ૨૯ ને મંગળવારે બે પુત્રો અમદાવાજ જતા રહ્યા હતા. બ્રાહ્મણ આધેડ પોતાના નાના પુત્ર કલ્પેશ, પત્ની કામીનીબેન સાથે રબારીકા ગામે રોકાયા હતા.મંગળવાર રાત્રિનાં બ્રાહ્મણ આધેડ પોતાના મિત્ર સુરેશ પંચાલ (રહે. અમદાવાદ) સાથે સુતા હતા તે અરસામાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી ભુપતભાઈ બ્રાહ્મણને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે હુમલો કરી મૃત્યુ નિપજાવ્યું હતું.જે અંગે વહેલી સવારે કૌટુંબીક વાલજીભાઈ બ્રાહ્મણે અમદાવાદ સ્થિત બંને પુત્રોને જાણ કરતા ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા પિતાની હત્યા મામલે મોટા પુત્ર હિમાંશુ જાનીની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા હત્યારાઓ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી પુત્ર હિમાંશુ જાનીએ પિતાની હત્યા ચાર સામે શંકા વ્યક્ત કરી હતી હત્યા અને ઘટના મામલે પોલીસ તંત્ર પણ મુંજવણમાં મૂકાયું હતું બનાવના મૂળ સુધી પોહચવા ભારે જહેમત અને રાત દિવસે જિલ્લા પોલીસવડા અને સિહોર પોલીસ ટીમે કરી હતી બનાવમાં વિગતો એવી ખુલ્લી છે જે ચોંકાવી દેનારી છે પુત્રના પ્રેમલગ્ન પિતાની હત્યાનું કારણ બન્યું છે અને પિતા ભુપતભાઈ મોતને ભેટ્યા છે સમગ્ર મામલે પોલીસે (૧) નરેશ ઉર્ફે લતીફ નંદરામભાઈ જાળેલા પાલીવાળ ઉ.૩૮ રહે દેવગાણા (૨) શરદભાઈ ભીખાભાઈ બારૈયા જાતે પાલીવાળ ઉ.૨૩ રહે દેવગાણા (૩) રણજિત નંદલાલભાઈ સોલંકી દલિત, ઉ.૨૭ રહે દેવગાણાની ધડપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્રણેયને આવતીકાલે કોર્ટ રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવાના હોવાનું જાણવા મળ્યું છે ત્યાં રબારીકાની ચકચારી હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે.