અરજદારોને આધારકાર્ડ, રેશનકાર્ડ, મા અમૃતમ, વિધવા સહાય, આવકના દાખલા, ક્રિમિલિયર સર્ટિફિકેટ, જન્મ મરણ પ્રમાણપત્ર વગેરે જેવી યોજનાઓના લાભો એક જ સ્થળ પર

હરેશ પવાર
આજથી રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો પાંચમો તબબકો સમગ્ર ગુજરાત સાથે સિહોરના પાડાપણ ગામેથી પ્રારંભ થયો હતો અહીં ખાસ વિશેષ ઉપસ્થિત સિહોરના નાયબ કલેકટર ગોકલાણીએ જણાવ્યું હતું કે સેવા સેતુનો આ ઉપક્રમ સામાન્ય અને નાના માણસ માટે મોટો કાર્યક્રમ બની ગયો છે આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગરીબ, વંચિત, પીડિત, દલિત, ગ્રામીણ, ખેડૂત જેવા સાવ સામાન્ય વર્ગોને પોતાના નાના-નાના કામો માટે વતન-ગામથી દૂર સરકારી કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે તેવા સંવેદનશીલ અભિગમથી આ સેવા સેતુ દ્વારા સરકાર સ્વયં પ્રજાને દ્વાર આવી છે સેવા સેતુના અત્યાર સુધીમાં રાજયમાં જે ચાર તબક્કાઓ યોજવામાં આવ્યા છે તેને પ્રચંડ સફળતા મળી છે. આજે સિહોર તાલુકાના પાડાપાણ ગામે આજુબાજુના દસ જેટલા ગામોનો સેવાસેતુ યોજાયો હતો જેમાં સરકારી યોજનાઓ જેવી કે આધાર કાર્ડ, રેશનકાર્ડ, મા અમૃતમ, વાત્સલ્ય કાર્ડ, સિનિયર સિટિઝન કાર્ડ, નિરાધાર વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, ડોમીસાઈલ સર્ટીફીકેટ, ક્રિમિલિયર સર્ટિફિકેટ, જન્મ મરણ પ્રમાણપત્ર, આવકનો દાખલો, ઇ.બી.સી દાખલો, પશુપાલન, સામાજિક વનીકરણ, ઉજવલા ગેસ યોજના અંતર્ગત ગેસ કનેક્શન, મેડીકલ કેમ્પ વગેરે જેવી સેવાઓ કાર્યક્રમના સ્થળે તાલુકા વહીવટીતંત્ર તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાઈ હતી અને સ્થળ પર જ જરૂરી પ્રમાણપત્રો તેમજ દાખલાઓ લોકોને એનાયત કરાયા હતા જેનો ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.