પાલીતાણા નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલા મેં રાષ્ટ્રપતી પદક થી સન્માનિત કરાશે, પોલીસ બેડામાં ખુશીની લહેર

પ્રતિપાલસિંહ ઝાલા

સલિમ બરફ્વાલા
પાલીતાણા ખાતે ફરજ બજાવી રહેલ નાયબ પોલીસ અધિક્ષક અને પ્રજાનો માણસ પ્રતિપાલસિંહ અજીતસિંહ ઝાલા ને આવતીકાલે 15 ઓગષ્ટ ના દિવસે રાષ્ટ્રપતિ પદક થી સન્માનિત કરવામાં આવશે. જેને લઈ પાલીતાણા સહિત સમગ્ર જિલ્લાની પોલીસ બેડામાં ખુશીની લહેર વ્યાપી છે આ સાથે સ્વાસંત્રતા દિવસના એક દિવસ પૂર્વે દેશના પોલીસકર્મીઓને પોલીસ મેડેલ આપવાની જાહેરાત થઇ છે. જેમાં ગુજરાતના ૧૩ પોલીસકર્મીઓ છે. જેમાં પાલીતાણાના પ્રતિપાલસિંહ ઝાલા રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે સાથે ડીએસપી સબ્બીર અલી સૈયદ કાઝી, પીઆઇ શૈલેષ રાવલ, પેટલાદના ડીવાયએસપી રજનીકાંત સોલંકી, આકાશ પટેલ, પિયુષ પિરોજિયા, મુકેશચંદ્ર પટેલ, નરેશ કુમાર સુથાર, લલિત કુમાર મકવાણા, પ્રતાપજી ચૌહાણ, સત્યાપાલસિંહ તોમર, ચેતનસિંહ રાઠોડને પોલીસ મેડલથી સન્માનિત કરાશે. ત્યારે પાલીતાણાના અધીકારી પ્રતિપાલસિંહની સર્વ શ્રેષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ પદક થી સન્માનિત કરવામાં આવશે. જિલ્લા પોલીસ બેડાંના અધિકારી ને ચોતરફથી શુભેચ્છા વરસી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here