કચરો સળગાવી કરાતુ પ્રદુષણ મોર્નિંગવોકમાં નીકળતા લોકો ત્રાહિમામ
જાહેરમાં કચરો સળગાવવા પર પ્રતિબંધ છતાં નગરપાલિકાના સફાઈ કર્મીઓજ કચરો જાહેરમાં સળગાવે છે

દેવરાજ બુધેલીયા
જાહેરમાં કચરો સળગાવવા પર પ્રતિબંધ છે અને કચરો સળગાવવાથી પ્રદુષણ પણ ખુબ જ ફેલાય છે પરંતુ તેમ છતાં કેટલાક સ્થળે કચરો સળગાવવામાં આવતો હોય છે અને એ પણ પાલિકાના સફાઈકર્મીઓ જ કચરો સળગતા હોવાનું જગ જાહેર છે સિહોર નગરપાલિકાના કેટલાક કર્મીઓ સવારના સફાઈ કરી ઢગલાઓ કરે છે અને બાદમાં કચરાને સળગાવી દઈને પ્રદુષણ ફેલાવે છે જેના કારણે મોર્નિંગવોક માં નીકળતા લોકોને પ્રદુષણનો ભોગ બનવું પડે છે કચરો સળગાવતા વાહન ચાલકો અને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં.સવારના સમયે કોઈએ જાહેરમાં કચરો સળગાવ્યો હતો તેથી રોડ પર ખુબ જ ધૂમાડો જોવા મળે છે ધૂમાડાના કારણે રોડ પરથી પસાર થતા મોર્નિંગવોકમાં નીકળતા અને સાથે નોકરિયાત લોકો અને વાહન ચાલકોને ખુબ જ મૂશ્કેલી પડી રહી છે જેથી રોષની સાથે લોકો કચવાટ કરતા નજરે પડે છે જાહેરમાં કચરો સળગાવવા પર પ્રતિબંધ છે અને કચરો સળગાવવાથી પ્રદુષણ પણ ફેલાય છે તેમ છતાં કેટલાક નગરપાલિકાના કર્મીઓજ કચરો સળગાવવામાં આવતો હોય છે, જે ગંભીર બાબત છે.