હરેશ પવાર
ભાવનગર જીલ્લા પંચાયત ના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.વી.રેવર ની સુચનાથી ઈન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડો.મનસ્વીની બેન માલવીયાના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર ઉસરડ ના મગલાણા ગામે તા.૨૫/૧૧/૧૯ ના રોજ ઉદ્દધાટન સમારોહ યોજાયું. ગામ આગેવાન બાબુભા ગોહિલ ના વરદ્દ હસ્તે મંગલ દિપ પ્રાગ્ટય કરાયેલ આ પ્રસંગે કાયઁક્રમ વિશે માહિતી ડો.રૂપલબેન વૈષ્ણવ ,ડો સંજયભાઈ ખીમાણી, તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત આચાર્ય શ્રી ઉદયભાઈ રાજયગુરૂ દ્રારા માગઁદશઁન અપાયું હતું,આરોગ્ય કમઁચારી રાહુલભાઈ સોલંકી, ભગીરથભાઈ પરમાર દ્રારા મચ્છર જન્ય રોગ અટકાયતી વિશે માહિતી આપેલ આ પ્રસંગે ફિમેલ હેલ્થ સુપરવાઈઝર કુ.પી.ડી.રાણા,ફિમેલ હેલ્થ વકઁર દિવ્યાબેન આશા- બહેન આંગણવાડી કાયઁકર ની જહેમત હતી.આભાર વિધી ઉસરડ સુપરવાઈઝર શ્રી કરણસિંહ હાડા કરાયેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here