સોનગઢની પોલીસ પેટ્રોલીંગમાં હતી તે વેળાએ બાઇક ચોર વિજય સહિત એક પસાર થવાના હોવાની બાતમી મળી પોલીસે હાઇવે પર ચેકીંગ શરૂ કર્યું અને મળી સફળતા

બ્રિજેશ ગૌસ્વામી
સોનગઢ નજીક હાઇવે પરથી બગદાણા પોલીસનો બાઇક ચોર વિજય વાઘેલા ઝડપાયો છે અને જેમણે બે બાઇક ચોરી કર્યાની કબૂલાત આપી છે ગઈકાલે સોનગઢ પોલીસના અધિકારી રાણા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન કોન્સ્ટેબલ વિજયસિંહ બાતમી મળી કે હાઇવે પર બાઇક ચોર વિજય વાઘેલા પસાર થવાનો છે તે અરસામાં પોલીસે હાઇવે પર ચેકીંગ શરૂ કરતાં બે ઈસમોમાં બાઇકમાં પસાર થતા તેમને પોલોસે અટકાવી કાગળો માંગતા નહિ હોવાથી પોલીસે મોબાઈલના માધ્યમ એપ્લિકેશનથી મોટર સાઇકલનું એન્જીન અને ચેસીસ નંબર સર્ચ કરતા અને વિગતો અલગ જણાતા પોલીસ દ્વારા બન્ને ઇસમોની આકરી પૂછપરછ કરતા જેમણે ગુરુપૂર્ણિમાના દિવસે બગદાણા ખાતેથી ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી અને સોનગઢના આરોપી વિજય વાઘેલાની ધડપકડ કરીને ધોરણ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી અને એક બાલ કિશોરની એકટ મુજબ કાર્યવાહી કરીને ઘટનાની બગદાણા પોલીસને જાણ કરવામાં આવી છે