
દેવરાજ બુધેલીયા
અમારા સહયોગી દેવરાજ બુધેલીયાના અહેવાલો મુજબ આજે બપોરના સમયે સિહોર અને પંથકમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘસી આવ્યા હતા હુડાહુડ અને ભારે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે કેટલીક જગ્યાઓ પર વરસાદી ઝાપટાઓ વરસ્યા હતા જોકે અમારા સહયોગી દેવરાજ બુધેલીયાનું કહેવું છે કે સિહોર નજીકના સાગવાડી ગામે વીજ થાંભલા પર વીજળી પડી હતી અને જેના કારણે વીજના ટીસીને નુક્શાન થયું હતું સાગવાડી ગામે વીજળી ગુલ થઇ હતી જોકે વીજળી પડવાના કારણે અન્ય નુકશાની કે જાનહાની થવા પામી નથી