દર્શન જોશી
બરવાળા નજીકના તગડી ગામ પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતા કારમાં સવાર બે મહિ સહિત ચારના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જયારે એકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યુ હતુ.
અકસ્માત અંગેની પ્રાપ્ત વિગતો બરવાળાના તગડી ગામ નજીક આજે શનિવારે વહેલી સવારે પુરપાટ ઝડપે જઇ રહેલી કારના ચાલકે અન્ય વાહનની લાઇટથી અંજાઇને સ્ટીયરીગ પરનો કાબુ ગુમાવતા કાર આગળ જઇ રહેલા ટ્રકની પાછળ ઘડાકાભેર ઘુસી જતા કારમાં સવાર સુરેશભાઇ વૃજલાલ બુટાણી, કાંતિભાઇ વૃજલાલ બુટાણી, રેખાબેન સુરેશભાઇ બુટાણી અને પ્રવિણાબેન કાંતિભાઇ બુટાણીના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here