અમરેલી પોલીસ સ્ટેશનના વિવિધ કલમો હેઠળના ગુનાહમાં નાસ્તા ફરતા આરોપીને સિહોર પોલીસે દબોચી લીધો

હરેશ પવાર
સિહોર પોલીસના પીઆઇ કે ડી ગોહિલ પીએસઆઇ સોલંકીની સૂચનાથી નાસ્તા ફરતા આરોપીઓને શોધવા અને અસરકારક કામગીરી કરવાની સૂચના બાદ અધિકારીશ્રી સાથે અર્જુનસિંહ ગોહિલ, ગૌતમભાઈ રામાનુજ, અશોકસિંહ ગોહિલ, બીજલભાઈ કરમટીયા સહિત સ્ટાફ ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સિહોરના ટાણા ચોકડી પોહચતા અમરેલી સીટી પોલીસ સ્ટેશનના વિવિધ કલમો હેઠળ નાસ્તા ફરતા આરોપી સતપાલસિંગ ઉર્ફે રોબિન સતનામસિંગ ટાંક જાતે સરદારજી ઉ.વ ૨૧ હાલ રહે બાબરા અમરાપરા મફતીપાપરા મૂળ ચક્કાગઢ રોડ અમરેલી વાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અમરેલી પોલીસને સોંપી આપવાની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here