સિહોરના રાજકોટ રોડ રેલવે ફાટક પાસે જીઆઇડીસી ત્રણ નં નજીક બાવળની કાંટમાં જુગાર રમતા હતા

હરેશ પવાર
સિહોર શહેરમાં રહેતા અલગ અલગ વિસ્તારોમાં રહેતા ૬ નબીરાઓ જાહેરમાં તીનપત્તી હારજીતનો જુગાર રમતા પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા છે. સિહોર પોલીસના પીઆઇ ગોહિલ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે સિહોરના રાજકોટ રોડ રેલવે ફાટક પાસે આવેલ જીઆઇડીસી ત્રણ નં નજીક બાવળની કાંટ માંથી જુગાર રમતા ૬ ને ઝડપી લીધા છે સિહોરના જીઆઇડીસી 3 નંબર નજીક બાવળની કાંટમાં ગતરોજ રવિવારના દિવસે રજાની મજા માણવા માટે શહેરમાં વિવિધ વિસ્તારમાં રહેતા ૬ નબીરાઓ દસ હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા છે જુગારના સાહિત્યનો મુદ્દામાલ કબજે કરી પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી કામગીરીમાં પીઆઇ ગોહિલ, સાથે રાજભા ગોહિલ, અર્જુનસિંહ ગોહિલ, ગૌતમભાઈ રામાનુજ, અશોકસિંહ ગોહિલ, બીજલભાઈ કરમટીયા, રામદેવસિંહ જાડેજા સહિત સ્ટાફ જોડાયો હતો

બોક્સ..

 • ઝડપાયેલ જુગારીઓના નામ
  ૧..જુવાનસિંહ ઓધાભાઈ રાઠોડ
  ૨..સલિમભાઈ રહીમભાઈ પઠાણ
  ૩..ઇકબાલભાઈ તૈયબભાઈ એમદાણી
  ૪..સોહીલભાઈ રજાકભાઈ લાખાણી
  ૫..ચીમનભાઈ પરશોત્તમભાઈ સોલંકી
  ૬..ધુધાભાઈ ભુપતભાઇ સોલંકી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here