સતત વાદળછાયું વાતાવરણ ડેન્ગ્યુ મચ્છરો માટે ફેવરીટ, ડેન્ગ્યુ ઉપરાંત વાયરલ ફિવરના કેસો, સાફસફાઈ તેમજ દવાના છટકાવની સિહોર કોંગ્રેસની માંગ

બ્રિજેશ ગૌસ્વામી
વરસાદના ઝાપટાં કારતક માસમાં પણ શરૂ રહેવાને કારણે હાલ બિનઆરોગ્યપ્રદ ઋતુ ચાલી રહી છે એક જ દિવસમાં વરસાદ, ભેજવાળી આબોહવાની સાથે સવારે તથા રાત્રીના સમયે ઠંડી તથા દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થવાને કારણે સિહોરમાં છેલ્લા ઘણા વખતથી ઘરે ઘરે માંદગીના ખાટલા પણ જોવા મળી રહ્યા છે. તાવ સહિત શરદી-ખાંસી જેવી વાયરલ બિમારીઓની સાથે ડેન્ગ્યુ જેવા જીવલેણ અને મચ્છરજન્ય રોગના દર્દીઓની સંખ્યામાં પણ ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે સરકારી તેમજ ખાનગી દવાખાના પણ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદી વાતાવરણ રહ્યું છે એટલું જ નહીં કારતક માસમાં અષાઢ માસ જેવું વાતાવરણ ઉભુ થઇ જવાથી શહેરીજનોના જન-જીવન પર પણ ભારે અસર જોવા મળે છે તો શરુઆતમાં ઉનાળા જેવી ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ વરસાદી વાતાવરણ ચાલુ રહેવાને કારણે શહેરીજનોના સ્વાસ્થ્ય પર પણ બદલાતા વાતવરણની અસર જોવા મળી રહી છે. જેના પગલે તાવ, શરદી, ઉધરસ તેમજ ગળામાં તેમજ માથામાં અને સાંધાના દુઃખાવા જેવા વાઇરલ રોગોની સંખ્યા વધી છે. વાયરલ ફિવરના સકંજામાં આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે. એક જ દિવસમાં ત્રેવડી રૂતુનો અનુભવ નગરજનોને થઇ રહ્યો છે. ગરમી, ઠંડી અન વરસાદની આ ત્રેવડી ઋતુના કારણે વાઇરલ રોગોના દર્દી વધ્યા છે. તો બીજી બાજુ વાદળવાયા વાતાવરણ અને ભેજવાળી આબોહવાના કારણે મચ્છરજન્ય રોગના દર્દીઓ પણ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે જેને લઈ કોંગ્રેસ દ્વારા રજુઆત કરી છે અને સાફસફાઈ અને ગંદકી અને દવાના છટકવા કરવા કોંગ્રેસ દ્વારા રજુઆત કરીને નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખને આવેદન આપીને રજુઆત કરી છે અહીં પ્રમુખ જયદિપસિંહ ગોહિલ, કિરણભાઈ ઘેલડા, ધીરૂભાઈ ચૌહાણ, જયરાજસિંહ મોરી, મુકેશભાઈ જાની,સુભાષભાઈ રાઠોડ,માવજીભાઈ સરવૈયા, કેતનભાઇ મહેતા, છોટુભા રાણા,કિરીટસિંહ મોરી,રાજુભાઈ ગોહિલ,પી.ટી.સોલંકી, ચંદુભાઇ સરવૈયા, ડી.પી.રાઠોડ, જેસીંગભાઇ મકવાણા,જગદીશભાઇ નમસા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here