સિહોર ખાતે આવેદન અપાયું, રજુઆતો થઈ, ખોટા કેસો કરીને રંજાડ કરવાનું બંધ કરો, મોરી પરિવાર સાથે આંતકવાદી જેવો વ્યવહાર, રાજપૂત સમાજ હવે સાંખી નહિ લે..આક્રમક રજૂઆતો

બ્રિજેશ ગૌસ્વામી.. દેવરાજ બુધેલીયા
થોડા દિવસ પહેલા ભાવનગર જિલ્લાના બુધેલ ગામના સરપંચ અને પૂર્વ સરપંચ સામે મારામારી અને લૂંટની ફરિયાદ નોંધાઈ હતી તેમજ વેપારીઓ દ્વારા રજૂઆતો ધરણા સહિત કાર્યક્રમો કરવામાં આવ્યા ત્રણથી ચાર દિવસ સમગ્ર ડ્રામાં ચાલ્યો આજે મંગળવારે સિહોર રાજપૂત સમાજના યુવા અગ્રણીઓએ બુધેલ ગામના પૂર્વ સરપંચના સમર્થનમાં મામલતદારશ્રી આવેદન પત્ર પાઠવ્યુ હતું. બુધેલના પૂર્વ સરપંચને ન્યાય નહી મળે તો ગુજરાતનો રાજપૂત સમાજ રોડ પર ઉત્તરી વિરોધ પ્રદર્શન કરશે. ખોટા લૂંટના કેસ નાખી રંજાડ કરવામાં આવી રહી છે અને તમામ ઘટના રાજકીય કિન્નાખોરીથી પ્રેરીત છે તેવા આક્ષેપ કરવામાં આવેલ છે. બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગભાઈ મોરીના સમર્થનમાં આજે સિહોર રાજપૂત સમાજ યુવાનો આગેવાનો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યુ હતું. આ આવેદન પત્રમાં રજુઆત કરવામાં આવેલ છે કે, બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગભાઈએ કેટલાક શખસોની ગેરકાયદે પ્રવૃતિ ચાલવા ન દીધી તેથી તેઓ પર અંગત દાઝ રાખી ખોટા કેસ કરીને કરવવાની પેરવીઓ કરવામાં આવી રહી છે. ખોટા લૂંટના કેસ કરવામાં આવી રહ્યા છે અને તેઓના પરિવારજનોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. આ પ્રવૃત્તિ જો અટકાવવામાં નહી આવે તો ખોટી અરાજકતા ફેલાવવાની દહેશત રહેલી છે. કેટલાક રાજકીય અગ્રણી અને કહેવાતા વેપારીઓ લોકહિત માટે ખતરારૂપ નિવડતા હોય છે ત્યારે આવા લોકો સામે તંત્રએ પગલા લેવા જોઈએ. રોડ પર આવા અનેક પ્રકારના વાહન અકસ્મત બનાવો બનતા હોય છે તેમજ બોલાચાલી પણ થતી હોય છે પરંતુ આ કેસમાં અંગત રસ લેવામાં આવી રહ્યો છે એ પણ ગુઢ રહસ્ય બની રહે છે. ભાવનગર-અલંગ રોડ પર શીપબ્રેકીંગ યાર્ડના વેપારીઓ કોઈના જીવની પરવા કર્યા વગર બેફામ ગાડીઓ ચલાવતા હોય છે તેથી આ રોડ પર 60-60 બમ્પ ઉભા કરવાની જરૂરીયાત પડી છે. દાનસંગભાઈને ન્યાય નહી મળે તો સમગ્ર રાજપૂત સમાજ રસ્તા પર ઉતરી આવશે તેમજ વર્ગ વિગ્રહ ફાટી નિકળશે તો તેનુ જવાબદાર તંત્ર રહેશે. તેઓની ટ્રાવેલ્સ અટકાવી, હોટલ બંધ કરાવી આર્થીક ક્ષતિ પહોંચાડવામાં આવી રહી છે. આ તમામ ઘટના રાજકીય કિન્નાખોરીથી પ્રેરીત હોય જે સમર્થક તેમજ રાજપૂત સમાજ જાણતો હોવાથી યોગ્ય પગલા લેવા રજુઆત કરી છે અહીં રાષ્ટ્રીય રાજપુત કરણી સેના ના પ્રવક્તા બળદેવસિંહ સિંધવ, યુવા અગ્રણી જયરાજસિંહ મોરી, ઘનશ્યામસિંહ મોરી, દીપશંગભાઈ ચૌહાણ, હરદેવસિંહ વાળા, અશોકસિંહ રાઠોડ, હઠીસિંહ નકુમ, વિજયસિંહ સોલંકી, જનકસિંહ મકવાણા, દિલીપસિંહ ડોડિયા સહિત બહોળી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here