બોટાદ જીલ્લા ભાજપના સંગઠનની પ્રદેશ સરાહના કરે છે,પણ એક મોટું માથું ગાંધીનગર ટોળા મોકલે છે

વર્તમાન સંગઠનને ડિસ્ટબ કરવા અને પાટીઁના સિધ્ધાંતો અને ગાઈડ લાઈન બહાર કેટલાંક લોકો ફોન કરી કાગળોમાં સંગઠન વિરૂધ્ધ સહીઓ કરાવાય છે પાયાના કાર્યકર્તાઓમાં મોટા માથાનાં કાવાદાવા સામે ભારે રોષ

શંખનાદ કાર્યાલય
બોટાદ જીલ્લા ભાજપનાં સંગઠન ની પ્રદેશ કક્ષાએ સરાહના થઈ રહી છે અને બોટાદ જિલ્લા ભાજપે સંગઠન પુવેંમાં સો ટકા કામગીરી કરી છે અને તમામ બુથ લેવલથી લઈ મંડળ સુધીની કામગીરી નોંધનીય રહી છે અને ૧૦૦% સફળતા રહી છે.આ કામગીરી ની પ્રદેશની બેઠકમાં પણ સરાહના થઈ છે,પરંતુ બોટાદ ભાજપનુ એક મોટું માથું કે તે પોતાને પાટીઁથી પણ મહાન માને છે તે છેલ્લા ૨-૩ દિવસ થી પોતાને પી.એ. અને કેટલાક ભાજપ વિરોધી માનસિકતા ધરાવતા હોય તેવા લોકોને સાથે રાખી અને ભૂતકાળમાં ભાજપ વિરોધી કામ કયુઁ હોય તેવા લોકોને સાથે રાખી પાટીંનાં કાયઁકતાઓ અને પદાધિકારીઓ ફોન કરી બોલાવે છે અને ધમકાવે છે.તેમજ તેને એવું કહેવામાં આવે છે કે તમારે કામ લઈને મારી પાસે જ આવવું પડશે,માટે હું કહું તેમાં સહી કરો અને સંગઠનની વિરૂધ્ધ પ્રદેશમાં જઈને મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને રજુઆત કરો. સુત્રોનું કહેવું છેકે આ મોટા માથાનાં પી.એ કે જે નગરપાલિકાથી લઈ તમામ બોડીમાં પોતાનું ધાયું કરાવે છે અને તેની સૂચના વગર કોઈ પદાધિકારી કોઈ પણ જાતનું કામ કોઈ કોન્ટ્રાક્ટરને આપી શકતાં નથી કે કોઈની બદલી શુધ્ધા પણ કરી શકાતાં નથી તેવા આ પી.એ બોટાદ પંથક ભાજપનાં કાર્યકર્તાઓને અને આગેવાનોને બોલાવી ધમકાવી તેમની પાસે સંગઠન વિરૂધ્ધ સહીઓ કરાવે છે.જાણકારોએ ત્યાં સુધી કહ્યું કે ગઈકાલે ગાંધીનગર રજુઆત કરવા જઈ આવ્યા છે અને બુધવારે ફરી એક મોટું ટોળુ કે જે ભાજપ વિરોધીઓ વધારે અને બોટાદમાં જેનું કાંઈ પણ ઉપજણ નથી તેવા લોકો વધુ છે,તેવા લોકોનાં ટેકા સાથે મોટું માથું સંગઠનને ડિસ્ટર્બ કરવાનુ કામ કરે છે.આ મામલે પ્રદેશનાં ધ્યાનમાં પણ કેટલીક બાબતોઆવી છે,ભાજપની શિસ્ત સમિતિમાં પણ આ મામલો આવ્યો કારણકે ભાજપમાં આવી બાબતો ચલાવી લેવામાં આવતા નથી.સંગઠનનાં ફોરમ પર આવીને રજુઆત કરી શકાય છે પરંતુ ટોળા લઈને અથવા ટોળા મોકલીને છેક ગાંધીનગર સુધી રજૂઆતો કરાવવી અને લોકોને ત્યાં મોકલવા તે બાબતો પાટીઁને બદનામ કરવા માટેની છે,પણ તેવી પણ રજૂઆતો થઈ છે અને આ મામલે ભાજપનાં કાયઁકરતાઁઓમાં મોટા માયાની સામે ભારે રોષ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here