
મિલન કુવાડિયા
સરકાર એક તરફ લોકોની સુખાકારી અને આરોગ્ય માટે મોટી મોટી વાતો અને જાહેરાતો કરે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર નજર કરીએ વાસ્તવિકતા જુદી દેખાઈ છે સિહોર તાલુકાનું મુખ્ય મોટું મથક ટાણા ગામ આવેલું છે જ્યાં પીએચસી સેન્ટર ખાતે છેલ્લા કેટલાક સમયથી કાયમી ડોકટર નથી જેના કારણે લોકોને હેરાનગતિ ઉભી થવા પામી છે ટાણા અને આજુબાજુના ૨૦ થી વધુ ગામો અંદાજે પોણા લાખ લોકોની વચ્ચે એક કાયમી ડોકટરની નિમણુંક કરવા માંગ ઉઠી છે છેલ્લા કેટલાક દિવસોથી ટાણાના પીએચસી સેન્ટર ડોકટર નથી હાલ ચોમાસાનો માહોલ છે રોગચાળાની શકયતાઓ અને સ્વાઈફલુ કોંગોફીવર રોગો વચ્ચે પીએચસીમાં હાલ જે સ્ટાફ ફરજમાં છે તે પણ અનિયમિત છે જેની પણ રજુઆત સ્થાનિક આગેવાનો દ્વારા અગાઉ કરેલી છે પરંતુ તે બાબતે કોઈ પણ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ દેખાઈ દેખાઈ રહ્યો છે એક તરફ કાયમિક તબીબ મુકવામાં આવે અને બીજી તરફ એક સ્થાનિક આગેવાન દ્વારા ટાણાને સીએચસી સેન્ટર ફાળવવા માટે પણ આરોગ્યમંત્રી સુધી રજૂઆતો પોહચાડી છે અને લોકોની સુખાકારી માટે માંગ કરી છે