
બ્રિજેશ ગૌસ્વામી
સોનગઢના પીપરલા માનવ આશ્રમ ખાતે ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ભોજનનું આયોજન કરાયું હતું તે વેળાએ સંસ્થાના પ્રમુખ મહિલા અરુણાબેન પંડ્યા, ટ્રષ્ટી જ્યોત્સનાબેન ત્રિવેદી, સાવરકુંડલા સેજળ ગામના સુપ્રસિદ્ધ કથાકાર મંજુલાબેન ભટ્ટ, નિવૃત શિક્ષક ગુરુ હરીશભાઈ ત્રિવેદી, તેમજ સંસ્થા ના પ્રોજેક્ટ ચેરમેન હરીશ પવાર સહીત ઉપસ્થિત રહ્યા હતા અગાઉ આ સંસ્થા દ્વારા રામનગર ખાતે સહજાનંદ શિક્ષા ભવન ખાતે કપડાં વિતરણ સહિત માનવસેવા ની ભેખ ધારણ કરનાર એવા આ સંસ્થાના મહિલા પ્રમુખ દ્વારા વિવધ સંસ્થાઓ માં દાન સેવા કરી અને એક નીડર ઉત્સાહી એવા મહિલા પ્રમુખ સુકાન સંભાળે છે ત્યારે આજે આ કોયડા જેવી સંસ્થાને વિશાળ વટવૃક્ષ રૂપ ધારણ કરી રહી છે અને આ સંસ્થા આજે ચૌથા વર્ષ માં મંગલ પ્રવેશ સાથે પીપરલા પાસે આવેલ માનવ પરિવાર ખાતે ભોજનનું આયોજન કરાયું હતું.