નવરાત્રિને લઈ ખેલૈયામાં ચિંતાની લાગણી, વરસાદ ગરબામાં રંગમાં ભંગ પાડે તેવી ભીતિ

દેવરાજ બુધેલીયા
સિહોર સહિતના પંથકમાં આજુબાજુના વિસ્તારોમાં સતત બે દિવસથી મેઘમહેર જારી રહેવા પામી છે. જેને લઈ નવરાત્રી પર્વ દરમ્યાન વરસાદી માહોલ રહેશે તેવી ભીતિ આયોજકો સહિત ખેલૈયાઓ સેવી રહ્યા છે. જો કે ચાલુ વર્ષે સિહોર સહિત પંથકમાં મોસમનો સરેરાશ ૧૦૦ ટકા કરતા વધુ વરસાદ વરસ્યો છે ત્યારે આગામી તા.૨ ઓક્ટોબર સુધી જિલ્લામાં વરસાદી માહોલ રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર સીસ્ટમને કારણે સમગ્ર ગુજરાતના કેટલાક પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા તેમજ કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે વહેલી સવારથી શહેર અને પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો ઠેર-ઠેર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા હતા. આણંદ જિલ્લામાં વરસાદી માહોલ જામતા એક તરફ ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી છે તો બીજી તરફ નવરાત્રી પર્વને આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગરબાં આયોજકો તેમજ ખેલૈયાઓને વરસાદ ગરબાના રંગમાં ભંગ પાડશે તેવી ભીતિ કોરી ખાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here