
દેવરાજ બુધેલીયા
છેલ્લા બે દિવસથી સિહોર સહિત પંથકમાં ભાદરવે અષાઢી માહોલ છવાઈ ગયો છે. મેઘરાજા મન મુકીને અનરાધાર વરસી રહ્યા છે જેને પગલે ઠેરઠેર પાણી ભરાઈ રહ્યા છે. સિહોરના મેઘવદર ગામે જતા માર્ગ ઉપર ભારે વરસાદને લઈને આજે માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. રસ્તા ઉપર પાણી ફરી વળતા શાળાએ થી છૂટીને મેઘવદર જતા વિધાર્થીઓ અટવાય ગયા હતા. આ સાથે જ અનેક લોકો પાણીના લીધે રસ્તો બંધ થવાના લીધે ત્યાં જ પાણી ઉતરવાની રાહ જોઇને બેસી ગયા હતા. ભારે વરસાદ ને લઈને સિહોર સહિત પંથકમાં ખેડૂતો માં હર્ષ જોવા મળી રહ્યો છે.