ભાલ પોલીસના અધિકારી રોહિત બાર અને સ્ટાફે જુગારીઓના રંગમાં ભંગ પાડ્યો, માઢીયાના સાગર રાઠોડના ઘરે ગોળ કુંડાળું વળીને જુગાર રમાતો હતો, મુદ્દામાલમાં પંદરેક હજાર હાથ લાગ્યા

સલીમ બરફવાળા
ભાલ વિસ્તારના માઢીયા ગામે ગોળ કુંડાળું વળીને જુગાર રમતા નવ જેટલા શખ્સો પોલીસની હીરાસતમાં સપડાયા છે ભાલના વેળાવદર પોલીસ મથકેથી વોટ્સએપના માધ્યમથી મળેલી વિગત મુજબ ભાલ પોલીસના અધિકારી રોહિત બારના માર્ગદર્શન હેઠળ સ્ટાફના બી.વી જાડેજા, અનિરુદ્ધસિંહ, શક્તિસિંહ, રાજુભાઇ સહિત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન હેડ-કોન્સ્ટેબલ રાજુભાઇ મકવાણાને ખાનગી બાતમી મળી કે માઢીયા ગામના સાગર રાઠોડના ઘરે જુગારધામ ચાલુ છે અને નવેક જેટલા શખ્સો કુંડાળું વળીને હાર જીતનો જુગાર રમે છે પોલીસે બે જેટલા પંચોને સાથે રાખી રેડ કરતા હારજીતનો ગંજીપત્તાના પાના વડે એ પણ ગોળ કુંડાળું વળીને રમતા હતા તમામને ઝડપી જુગારધારાની કલમ મુજબ ગુન્હો નોંધી કુંડાળુ વળીને જુગાર રમતા નવને ઝડપી લઈને ૧૫ હજારનો રોકડ કબ્જે લઈ ધોરણ મુજબ કાર્યવાહી હાથ ધરી છે
બોક્સ..
- કુંડાળું વળીને જુગાર રમતા નવ
૧..મુકેશભાઇ નાનજીભાઇ રાઠોડ.૨..ભાયાભાઇ મોહનભાઇ રાઠોડ..
૩..શીવાભાઇ કેશુભાઇ રાઠોડ..
૪..સુરેશભાઇ જેન્તીભાઇ રાઠોડ..
૫..કનુભાઇ ગોવિંદભાઇ સોલંકી..
૬..લાખાભાઇ ધનજીભાઇ મેર..
૭..જગાભાઇ પોપટભાઇ પરમાર..
૮..સુખાભાઇ જીણાભાઇ ચુડાસમા..
૯..સાગરભાઇ ધીરૂભાઇ રાઠોડ..
- રહે તમામ માઢીયા