માથાભારે શખ્સોના આંતક સામે વેપારી મહામંડળમાં રોષ ચરમસીમાએ

હરેશ પવાર
ભાવનગર ના બુધેલ નજીક શીપબ્રેકર પર કેટલાક અસામાજિક ઇસમો દ્વારા હુમલો કરી અને લુંટ ચલાવી અને જાનથી મારી નાખવાની ધમકી ના પગલે શીપ બ્રેકરો સહીતન તમામ નાનામોટા સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને આજે અલંગ તેમજ હીરા ઉદ્યોગ બંધ પાળી રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆતો કરી હતી, જો કે એસોસિએશન દ્વારા આપવામાં આવેલ બંધ ને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ગઈકાલે ભાવનગર-અલંગ રોડ પર બુધેલ નજીક અલંગના અગ્રણી ઉદ્યોગપતિ બટુકભાઈ માંગુકિયા તેમજ અન્ય શીપબ્રેકરો સાથે કાર ઓવરટેક જેવી સામાન્ય બાબતે બુધેલના સરપંચ ભવાનીસિંહ તેમજ દાનસંગ મોરી સહિતનાઓ હુમલો કરી મારમારવાની ઘટના બની હતી, આ ઘટનાને લઇ ભારે ચકચાર મચી જવા પામી હતી અને ભોગબનાનાર ઉદ્યોગપતિઓ કલેકટર ઓફિસે દોડી ગયા હતા અને કલેકટરને આ બાબતે રોષભેર રજૂઆત કરી હતી, જયારે આ હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા છે અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, અલંગશિપ બ્રેકીંગયાર્ડ , સ્ક્રેપ મર્ચન્ટ એસોસિએશન, રોલિંગ મિલ એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, ડાયમંડ એસોસિએશન, તથા ચેમ્બર ની સાથે સંકળાયેલી ૫૮ જેટલી નાની મોટી સંસ્થાઓ આ બંધમાં જોડાઈ હતી અને આજે બંધ પાળ્યો હતો. તમામ સંસ્થાઓના પ્રતિનિધિ,આગેવાનો વેપારીઓ તેમજ શીપબ્રેકરો મોટી સંખ્ય્યમાં ભાવનગર રૂપાણી ખાતે આવેલ શીપ બ્રેકીંગ એસોસીએશનની ઓફિસે એકઠા થઈ બેનરો,પોસ્ટરો સાથે વિશાળ સંખ્યામાં રેલી યોજી હતી, આ રેલીમાં સંખ્યાબળ દેખાડવા માટે અલંગ ખાતેથી મોટી સંખ્યામાં મજુરોને પણ લાવવામાં આવ્યા હતા, આ વિશાળ રેલી કલેકટર કચેરીએ જઈ કલેકટરને ઉગ્ર રજૂઆત કરી હતી, સાથે સાથે કલેકટર કચેરી નજીક રોડ ચક્કાજામ કરી દેવાયો હતો તેમજ કેટલાક બિલ્ડર અગ્રણીઓએ રોડ પર સુઈ જઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સાથે સાથે રજૂઆત કરવામાં આવી હતી કે આ અસામાજિક તત્વો સામે તાકીદે કડક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આ તત્વો બુધેલ અને આજુબાજુના વિસ્તારોમાં ગુંડાગીરી કરી નાનામોટા ઉદ્યોગકારો ને હેરાન કરી રહ્યા છે કલેકટરે પણ તેમની રજુઆતો ધ્યાને લઈને તેમની સામે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવી પડશે તે કરશે તેવી બાહેધરી પણ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here