સમી સાંજે વેળાવદર પોલીસને બાતમી મળી કે ધોલેરા તરફથી દારૂ ભરેલી કાર આવે છે અધેલાઈ ચેકપોસ્ટ પાસે પોલીસે કારને રોકવાની કોશિશ કરતા ચાલકે ભગાડી અને પોલીસે પીછો કરતા ગણેશગઢ નજીક પલ્ટી મારી

અધેલાઈ ચેક પોસ્ટથી ગણેશગઢ સુધી રીતસર ફિલ્મમાં દેખાઈ તેવી રીતે હાઇવે પર પોલીસે દારૂની કારને ઝડપી પાડવા જાનની બાજી લગાડી
ઘટનામાં દારૂ ભરેલી કાર પલ્ટી મારી, હાઇવે પર દારૂની રેલમછેલ, કાર ચાલક અશોક બારૈયાને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો જ્યારે આકાશ અને જેન્તીની પોલીસે ધડપકડ કરી
હરીશ પવાર
આજે સમી સાંજે ૫ વાગ્યા આજુબાજુ ભાવનગર અમદાવાદ શોર્ટ માર્ગે અધેલાઈ અને ગણેશગઢ વચાળે ધોલેરા તરફથી કારમાં આવતો વિદેશી દારૂ જેના કાર ચાલક અને વેળાવદર પોલીસ વચ્ચે હાઇવે પરના ૧૫ કિમિ સુધી જીવ સટોસટની બાજી વચ્ચે ફિલ્મમાં સર્જાઈ તે પ્રકારના દ્રશ્યો સમી સાંજે ૫ કલાક આજુબાજુના અરસામાં શોર્ટ માર્ગે સર્જાયા હતા બનાવની પ્રાથમીક વિગત એવી છે કે વેળાવદર પોલીસ અધિકારી રોહિત બાર અને સ્ટાફ પોતાના ફરજ પરના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ધોલેરા તરફથી એક કારમાં દારૂ આવતો હોવાની બાતમીને લઈ જેઓ સ્ટાફ સાથે અધેલાઈ ચેક પોસ્ટે વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન વિદેશી દારૂની બાતમી વાળી કાર પસાર થતા જેમને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે ભગાડી મુકતા પોલીસ અધિકારી રોહિત બાર અને સ્ટાફે જીવના જોખમે વિદેશી દારૂ ભરેલી કારનો પીછો કર્યો હતો જે દરમિયાન કાર ચાલક નિરમા નજીકના ગણેશગઢ પાસે કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી જતા વિદેશી દારૂની બોટલોની હાઇવે પર રેલમછેલ થઈ હતી બનાવમાં કાર ચાલક અશોક બારૈયાને ઇજા પોહચી છે જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જ્યારે પોલીસે આ બનાવમાં આકાશ વાજા અને જેન્તી બારૈયાને ઝડપી લીધા છે તેવી પોલીસ અધિકારી રોહિત બારે ટેલીફોનિક વાતચીત જણાવ્યું હતું અને ધોરણસર મુજબ કાર્યવાહી હાથધરી છે