રૂપમ ચોકમાં અમિત ચાવડાના સરકાર ની નીતિરીતિઓ પર ચાબખા, ભાવનગરની કાયદો વ્યવસ્થાને લઈ અમિત ચાવડાના આકરા પ્રહાર, કોંગ્રેસના રેલી આવેદન

સલીમ બરફવાળા
ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દવારા ગુરુવારનાં રોજ બપોર નાં બે થી પાંચ ઘોઘાગેટ બિઝનેસ સેન્ટર ખાતે દેશની વર્તમાન ભાજપ સરકારનાં પરિણામે ઉભી થયેલ સમસ્યાઓ તથા મંદી , બેરોજગારી , બેન્કિંગ વ્યવસ્થા નષ્ટ થવી , ખેડૂતોની હાલાકી રોજગારી નાં ઘટાડા અંગે ધરણાં અને ત્યારબાદ કલેકટર ગૌરાંગભાઈ મકવાણા ને આવેદનપત્ર આવ્યું હતું. લાંબા સમય પછી ભાવનગર શહેરમાં આજે ગુરૂવારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મોંઘવારી, મંદી સહિતના પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને ભાજપ સામે દેખાવો કરવામાં આવ્યા હતા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, મંદી, બેરોજગારી, અતિવૃષ્ટિ, ખેડૂતના પ્રશ્ન સહિતના પ્રશ્નને વાચા આપવા માટે વિરોધ પ્રદર્શન કર્યું હતુ મંદી, મોંઘવારી, બેરોજગારી સહિતના પ્રશ્નો લાંબા સમયથી છે પરંતુ ભાજપ સરકાર દ્વારા કોઈ પગલા પરિણામ લક્ષી પગલા લેવામાં આવતા નથી તેથી લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે લોકોના પ્રશ્ને હવે કોંગ્રેસ પક્ષ મેદાનમાં આવ્યું છે આજના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા અને ભાવનગરની કાયદો વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા ભાજપ ની અસંવેદનશીલ સરકાર અને આ ભયંકર હાડમારીઓ માંથી પ્રજા મુક્ત થાય તે માટે વિરોધ પક્ષ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં પ્રમુખ અમિતભાઈ ચાવડા, સૌરાષ્ટ્ર નાં પ્રભારી બધેલ ઉપરાંત કોંગ્રેસ નાં તમામ આગેવાન કાર્યકરો , ચુંટાયેલા સભ્યો વિવિધ સેલ નાં આગેવાનો અને કાર્યકરોને ઉપસ્થિત રહ્યા હતા

આંદોલનમાં હાજર નહીં રહેનારા સદસ્યોને કોંગ્રેસ નોટિસ આપશે

વારંવાર મેસેજ કરવા છતા સભ્યો આવતા નથી, જિલ્લા-તાલુકા પંચાયતના કેટલાક સભ્યોની ગેરહાજરીથી નેતાઓ નારાજઃપ્રદેશમાં રીપોર્ટ કરવા સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું

કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિના કારણે ઉભા થયેલા વિવિધપ્રશ્નથી જનતાની પરિસ્થિતિને વાચા આપવા કોંગ્રેસે ભાવનગરમાં જન વેદના આંદોલનરૂપી ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો.જેમાં હાજર નહીં રહેનારા જિલ્લા અને તાલુકા વિવિધ શહેરના કેટલાક સદસ્યોને કારણદર્શક નોટિસ આપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે જિલ્લાના અને તાલુકા વિસ્તારમાં કેટલાક કહેવાતા દિગગજોની ગેરહાજરી પણ પ્રદેશના નેતાઓને ઉડીને આંખે વળગી હતી. ભાજપ સરકારની વિવિધ નીતિઓ સામે વૈચારિક લડત લડી રહેલા કોંગ્રેસ દ્વારા દરેક જગ્યાએ જન વેદના આંદોલન રૂપી આજે ધરણા કરવામાં આવ્યા હતા. આ ધરણામાં પ્રદેશના નેતા આવવાના હોવાથી જિલ્લા-તાલુકા પંચાયતના તમામ સદસ્યોને હાજર રહેવા માટે શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા વારંવાર મેસેજ મોકલવામાં આવ્યા હતા. જેના પગલે આ વખતે અન્ય ધરણા કરતા કોંગી કાર્યકરોની સંખ્યા પણ વધી હોય તેમ દેખાતી હતી તેમ છતા જિલ્લા તાલુકા પંચાયતના ઘણા સદસ્યો તથા સંગઠનના ઘણા હોદ્દેદારો પણ આ ધરણાના કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. જેની પ્રદેશમાંથી આવેલા નેતાઓએ ખાસ નોંધ લીધી હતી એટલુ જ નહીં, હાજર હોય તે તમામના નામ નોંધવા તથા આ ધરણામાં હાજર નહીં રહેલા પંચાયતના સભ્યો તથા સંગઠનના હોદ્દેદારોને કારણદર્શક નોટિસ આપવા જિલ્લા પ્રમુખને પ્રદેશના નેતાઓએ સુચના આપી હતી. આ ઉપરાંત તેમના જવાબ દિન સાતમાં મેળવીને તેનો રીપોર્ટ પ્રેદશ કોંગ્રેસમાં કરવા પણ આદેશ કરવામાં આવ્યો હોવાનું નજીકના સૂત્રો જણાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here