સિહોરના આંબલા ગ્રામદક્ષિણા મૂર્તિ પ્રાથમિક શાળામાં જિલ્લાના કલાસવન અધિકારીઓની આવતીકાલે સાંજે પધરામણી,

શંખનાદ કાર્યાલય
આવતીકાલે સાંજે 5 કલાકે સિહોરના આંબલા ગામે આવેલ ગ્રામદક્ષિણામૂર્તિ પ્રાથમિક શાળામાં શહીદ સ્મારક નું અનાવર્ણ નો ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. દેશના શહીદોના સન્માનમાં સ્મારક અનાવર્ણ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવના હસ્તે કરવામાં આવશે. ભાવનગર. અતિથિ વિશેષ તરીકે જિલ્લાના કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરુણકુમાર બરનવાલા, જિલ્લા ડી.સી.એફ.સી શ્રી સંદીપકુમાર, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એન.જી
વ્યાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ આ પ્રસંગે વિષેશ હાજરી આપીને કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવશે. આ સાથે જ અહીં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી વકતુંબહેન મકવાણા, ગઢડા ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ મારું, મુખ્ય દાતાશ્રી નગીનદાસ હરગોવિંદદાસ સાહિતમાં આમંત્રિત મહેમાનો હાજર રહીને વીર શહીદો ને શ્રદ્ધાંજલિ આપશે આવતીકાલે સાંજે સિહોરના આંબલા ગામે યોજાનારા શહીદ સ્મારક કાર્યક્રમમાં અગ્રણી આગેવાનોનો મેળાવડો જામશે અને નાનકડા આંબલા ગામે જિલ્લાના ટોચના અધિકારી હાજરી આપશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here