મહાત્મા ગાંધીની ૧૫૦ જન્મ જયંતિએ મહાત્મા મંદિરથી ગાંધીનગર સુધી યોજાનારી સાઇકલ યાત્રામાં જીત ભાગ લેશે, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની આગેવાનીમાં સાઇકલ યાત્રા યોજાશે, જીતુભાઈ વાઘાણી સાઇકલ યાત્રાનું પ્રસ્થાન કરાવશે

મિલન કુવાડિયા
આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ કોબા, ગાંધીનગર ખાતે પ્રદેશમંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલા, ભાજપા કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી બાબુભઇ જેબલીયા તથા ભાજપા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી ડૉ. ઋત્વિજભાઇ પટેલે આવતીકાલે તારીખ ૧ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ યોજાનાર વિશિષ્ટ કાર્યક્રમ અંગે ઇલેકટ્રોનિક મીડિયાના મિત્રો સાથે વાતચીત કરી હતી. ભાજપા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી ડૉ. ઋત્વિજભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘‘ફિટ ઇન્ડિયા’’ કેમ્પેઇન, ‘‘સ્વચ્છ ભારત અભિયાન’’ તેમજ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે તારીખ ૧ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ સાઇકલ યાત્રા યોજાશે. જે સવારે ૭.૩૦ કલાકે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર થી અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમ (ગાંધી આશ્રમ) ખાતે ૧૦.૩૦ કલાકે પહોંચશે. કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઇ રૂપાલાની આગેવાની હેઠળની આશરે ૨૬ કિલોમીટર લાંબી સાયકલ યાત્રામા ‘સ્વચ્છતા અભિયાન’ તથા ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત’ના સંદેશ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો તથા નગરજનો ભાગ લેશે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી આ સાઇકલ યાત્રાને પ્રસ્થાન કરાવશે. આ સાઇકલ યાત્રામાં કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઇ રૂપાલા સાથે આંખે પાટા બાંધીને વિવિધ રંગો ઓળખી બતાવનાર, સ્કુટર ચલાવનાર, સાયકલ ચલાવવામાં નિપૂર્ણ અને ૬ વર્લ્ડ રેકોર્ડ ધરાવનાર શ્રી જીત ત્રિવેદી પણ ૨૬ કિલોમીટર લાંબી આ સાયકલ યાત્રામાં આંખે પાટા બાંધીને ભાગ લેશે. ઇન્ડિયાઝ બ્લાઇન્ડ ફોલ્ડેડ વન્ડર બોય તરીકે ઓળખાતો શ્રી જીત ત્રિવેદી આ ૨૬ કિલોમીટર સુધીની સમગ્ર સાયકલ યાત્રા દરમ્યાન આંખે પાટા બાંધીને-બંધ આંખે સાયકલ ચલાવી એક નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કરશે તેમ શ્રી ડૉ. ઋત્વિજભાઇ પટેલે જણાવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here