
મિલન કુવાડિયા
ભાવનગર ખાતે રહેતા અને રેડીમેન્ટ કપડાના વેપારી જીજ્ઞેશભાઈ મહેતાની દીકરી જાહનવી બાળપણથી જ યોગાસન અને અંગ કસરતમાં રસ હતો. તેણે યોગ ક્ષેત્રમાં ખૂબ સારું નામ કાઢ્યું છે. યોગ ક્ષેત્રમાં 50 થી વધુ સુવર્ણ પદક 60 જેટલા રજત ચંદ્રક પોતાના નામે અંકિત કર્યા છે. વિશ્વમાં ય9ગ ક્ષેત્રમાં જાહનવી દેશનું અને રાજ્યનું નામ ઝળહળતું કર્યું છે. જાહનવી મહેતા ભારતની યોગ ની એમ્બેસેડર પણ છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત ગાંધીનગર ખાતે લીધી હતી. રાજ્યપાલશ્રી એ જાહનવી મહેતાની યોગ ક્ષેત્રની સિદ્ધિ બદલ ધન્યવાદ પાઠવી અન્ય યુવાનો પણ યોગાભિમુખ થાય તેવા તેણીના પ્રયાસો બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.