તળાજા પંથકમાં પશુઓમાં ભેદી જીવલેણ રોગથી મચ્યો હાહાકાર, ઇન્ફેક્શન લાગ્યા બાદ 12 કલાકમાં માલઢોર મોત ને ભેટે છે.
પશુ આરોગ્ય વિભાગ ની ટિમો આ વિસ્તારમાં દોડી ગઈ, ધારાસભ્ય ધ્વારા માલધારીઓને સહાય ની માંગ કરવામાં આવી.

બ્રિજેશ ગૌસ્વામી
તળાજા પંથકના કુંઢેલી સહિતના ગામોમાં પશુઓ માટે ભેદી અને જીવલેણ રોગે હાહાકાર મચાવ્યો છે.જેમાં આ રોગ માલધારીઓને ઘેટા બકરા ને શિકાર બનાવી રહ્યો છે. જેમાં પશુઓના મોઢામાં ચાંદી પડવી, લાળો પડવી, લોહી નીકળવું અને ત્યારબાદ 12 કલાક જેવા સમયમાં પશુઓ મોતને ભેટે છે.આવો ભેદી જીવલેણ રોગ જેમાં 200 થી વધુ ઘેટાઓ અને 5 જેટલા બકરા મોત ને ભેટતા માલધારીઓમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ બાબતે પશુ ડોક્ટરો ની ટિમ તેમજ જિલ્લા પશુ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.પરંતુ કિંમતી માલઢોર ના મોત થી માલધારીઓ ફફડી ઉઠ્યા છે. આ બાબતે તળાજા વિસ્તારના ધારાસભ્ય ધ્વારા આરોગ્ય ની ટિમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે તો સાથે સાથે જે માલધારીઓના પશુઓ મોત ને ભેટ્યા છે તેમને સહાય આપવા માંગ કરી છે.