સિહોરના ધ્રુપકા ગામની ઘટના, ખેડૂતોએ નુકશાની સાથે રાતા પાણીએ રોવાનો વારો, ખેડૂતોએ મીડિયા સામે ઠાલવી હૈયાવરાળ

ગુજરાત માં અત્યારે ચોમાસાની સિઝન શરૂ અને વાવણીની સાથે ખેતીની સિઝન પણ છે સાથે થોડા સમયથી ખેતી બાબતના કૌભાંડોની પણ હારમાળાઓ સર્જાઈ છે અને આખરે ગરીબ લાચાર ખેડૂત નો જ મરો છે ગુજરાતમાં મગફળી, તૂવેર, ખાતર અને હવે “ડોડા” નું નકલી બિયારણનો મામલો સામે આવ્યો છે સિહોરના ધ્રુપકા ગામના કેટલાક ખેડૂતોએ અમેરિકન મકાઈ સુગર ૭૫ નામનું બિયારણ વાવ્યું હતું પરંતુ જેની ઉપજ નહિ આવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે સિહોરની એક એગ્રો દુકાન માંથી બિયારણ ખરીદી કરી હોવાની ખેડૂતોનું કહેવું છે જોકે ખેડૂતોનું કહેવું છે કે અમારે દર વર્ષ અમેરિકન મકાઈની સારી ખેતી થાય છે પરંતુ આ વખતે નવા પેકીંગમાં આપેલ બિયારણ નકલી હોવાથી પાક નિષ્ફળ ગયો હોવાનું ધ્રુપકાના ગોરધનભાઈ, વલ્લભભાઈ, ટપુભાઈ, સહિતના ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે